લીલવા કચોરી

Rani Soni
Rani Soni @cook_10055978
Godhra

#ગુજરાતી મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.

લીલવા કચોરી

#ગુજરાતી મજેદાર મસાલાથી ભરપૂર અને લહેજતદાર કચોરીનો એક એક ટુકડો તમને સ્વાદિષ્ટ લાગશે. આ કચોરી નાસ્તામાં કે પછી જમણમાં ખાઇ શકાય એવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1 કપલીલી તુવેરના દાણા
  2. ચપટીહીંગ
  3. 1/4 નાની ચમચીજીરૂ
  4. 2 ચમચીકાજુ કિશમીશ
  5. 1 ચમચીકોથમીર
  6. 1 ઇંચઆદુની પેસ્ટ
  7. 2લીલા મરચાં
  8. 1/4 ચમચીહળદર
  9. 1 ચમચીતલ
  10. 1 ચમચીલીંબુનો રસ
  11. 1ખાંડ
  12. 2 ચમચીતેલ
  13. મીઠું સ્વાદ પ્રમાણે
  14. તેલ તળવા
  15. લોટ માટે :
  16. 1 કપમેંદો
  17. 2 ટેબલસ્પૂનતેલ
  18. મીઠું જરુરમુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક ઊંડા વાસણમાં મેંદો લઈ તેમાં મીઠું, તેલ,જરૂર પ્રમાણે પાણી નાખી
    રોટલીના લોટથી સહેજ ઢીલો લોટ બાંધી લો અને થોડીવાર તેને ઢાંકીને રાખો.

  2. 2

    તુવેરના દાણાને અને લીલા મરચાં ને મિક્સર કે ચીલી કટરમાં ક્રશ કરી લો
    અેક ફ્રાઈંગપેનમાં તેલ મૂકી તેમાં હીંગનો વઘાર કરીને જીરુ નાંખો

  3. 3

    આદુ પેસ્ટ નાખી હળદર નાંખો
    હવે ક્રશ કરેલા તુવેરના દાણા નાખી 5-7 મિનીટ સાંતળો
    હવે તેમાં ખાંડ, મીઠું અને લીંબુનો રસ,ગરમ મસાલો,તલ,કાજુ કિશમીશ ઉમેરી મિક્સ કરો
    હવે 2 મિનિટ આ મિશ્રણને સતત હલાવતા રહો.કોથમીર નાંખો
    હવે ગેસ પરથી ઉતારી લો

  4. 4

    ઠંડું થાય પછી એના નાના ગોળા બનાવી લો
    લોટ માંથી મિડીયમ નાની પૂરીઓ વણી અને તુવેરના મિશ્રણના બનાવેલા ગોળાને મૂકીને કચોરી વાળી લો
    ગરમ તેલમાં મૂકીને તળી લો
    ખજૂર આંબલી ની ચટણી સાથે ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rani Soni
Rani Soni @cook_10055978
પર
Godhra
Homechef..Love 2 cook
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes