લીલી તુવેર દાણા ના ઢેકરા

ઢેકરા સાઉથ ગુજરાત ની ખુબ જ પ્રખ્યાત અને ટ્રેડિશનલ વાનગી છે. એનો તીખો અને ગળ્યો સ્વાદ જ એના સ્વાદ ની ઓળખ છે. અને તેને ઠંડા અને ગરમ બંને રીતે ખાવા માં ટેસ્ટી લાગે છે. તો તમે પણ જરૂર થી ટ્રાય કરો.

રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી લો. તેમાં હળદર, મીઠું, આદું મરચાં ની પેસ્ટ, ધાણા, ગોળ નાખી ઉકાળવું. તેમાં તલ નાખો. અને 2-3 ચમચી તેલ ઉમેરો. હવે બીજી બાજુ તુવેર ના દાણા ને કુકર માં બાફી લો.
- 2
પાણી બરાબર ઊકળે એટલે એમાં લોટ અને દાણા ને મિક્સ કરી લો. અને ધીમા તાપે સીઝવા (ખીચું જેવું થવા દેવું) દો.
- 3
હવે લોટ બફાઈ જાય એટલે ગેસ બંધ કરી એને ઠંડો કરવા થાળી માં મૂકવું. લોટ ઠંડો થઈ જાય એટલે એના હાથે થી ઢેકરા વાળો. અને પછી એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું. તેલ બરાબર ગરમ થાય એટલે તેમાં ઢેકરા મૂકી મધ્યમ તાપે ગુલાબી રંગ ના તળી લેવા.
- 4
તો તૈયાર છે ટેસ્ટી લીલી તુવેર દાણા ના ઢેકરા. આ ઢેકરા તમે ઠંડા અને ગરમ બંને રીતે સર્વ કરી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ