મટર-પાલક નીમોના

આજે શિયાળાની એક ખાસ સબ્જી, એ પણ છેક ઊત્તર ભારતથી!
'નિમોના' એ મૂળભૂત રીતે ઊત્તર ભારતમાં, ખાસ કરીને ઊત્તરપ્રદેશમાં રોજ-બ-રોજની રસોઈમાં બનતું, હરિયાળું રસાદર શાક છે.
શિયાળાની ઋતુમાં જ્યારે લીલાં શાકભાજી અને વેજિટેરિયન પ્રોટીનનાં ખજાના સમા લીલા કઠોળ જેમકે લીલા વટાણા, લીલા ચણા, લીલા વાલ, લીલી તુવેર વગેરે પ્રચૂર માત્રામાં આસાનીથી ઉપલબ્ધ હોય ત્યારે આ વાનગીનો આસ્વાદ જરૂર માણવો જ જોઈએ.
હલ્કી ફ્લેવર ધરાવતાં 'મટર કા નીમોના'ની ખાસિયત એ છે કે, આ શાકમાં માસલાઓનો ઉપયોગ બહુ ઓછી માત્રામાં થતો હોવાથી લીલા વટાણાનો ઓરીજીનલ ટેસ્ટ સરસથી જળવાઈ રહે છે. યુ.પી.માં આ સબ્જીને વટાણા-બટેટા, પાલક-વટાણા, વડી-વટાણા એમ કેટલીયે અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. મેં અહીં, મારી રેસીપીમાં થોડો ટ્વિસ્ટ આપવા માટે લીલા વટાણા સાથે બ્રોકલી અને પાલક પ્યુરે તેમજ ગાર્નિશીંગ માટે લીલા લસણનો ઉપયોગ કર્યો છે.

રાંધવાની સૂચનાઓ
- 1
ઊકળતા પાણીમાં એક ચપટી ખાવાનો સોડા ઊમેરી તેમાં પહેલા વટાણાને થોડીવાર માટે બ્લાન્ચ કરી લ્યો. એક જારા વડે આ વટાણા લઈ તેને અધકચરા વાટી અલગ રાખો.
- 2
આ જ પાણીમાં પાલકનાં પાનને પણ બ્લાન્ચ કરી લ્યો અને મિક્સરની નાની જારમાં આ પાલકની પ્યુરે બનાવી તેને પણ એક બાઉલમાં અલગ રાખો.
- 3
બ્રોકોલીનાં ફૂલ છુટ્ટા કરી તેને માત્ર એક જ મિનીટ માટે બ્લાન્ચ કરી અલગ રાખો. ધ્યાન રહે, બ્રોકોલી વધારે સોફ્ટ ન થવી જોઈએ. ત્યારબાદ એક હેવીબોટમ પેનમાં બિલકુલ થોડું તેલ ગરમ કરી આ ફ્લોરેટ્સને થોડાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેલોફ્રાય કરી અલગ રાખવાં.
- 4
આજ પેનમાં બાફેલાં બટાટાને નાનાં ટુકડાઓમાં સમારી તેને પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેલોફ્રાય કરી લેવાં.
- 5
આદુ-મરચાં-કોથમરી અને લીલા ટમેટાંને ખરલમાં વાટી મુલાયમ પેસ્ટ બનાવી લેવી.
- 6
હવે એક હેવીબોટમ પેનમાં ઘી ગરમ કરી તેમાં હિંગ અને જીરુનો વઘાર કરવો. જીરુ તતડે ત્યારે તેમાં તમાલપત્ર અને લવિંગ ઊમેરી થોડીવાર સાંતળવા. ત્યાર પછી તેમાં ગ્રીનપેસ્ટ અને હળદર મરચું ઊમેરી બે-ચાર મિનીટ વધારે સાંતળી લેવું.
- 7
પાલક પ્યુરે ઊમેરી પાલક થોડી પાકે ત્યાં સુધી સાંતળી લઈ બાદમાં અગાઉથી તૈયાર કરી રાખેલાં બધાં જ શાક એક પછી એક ઊમેરી દેવા. આપણે ગ્રેવી જે મુજબ ઘાટી રાખવી હોય તે મુજબ પાણી ઉમેરવું, સ્વાદ મુજબ નમક ઊમેરી, ધીમી આંચ પર નીમોના પાકવા દેવું.
- 8
લીંબુનો રસ ઊમેરી સર્વિંગ બાઉલમાં લઈ, ઊપર થોડું દેશી ઘી રેડી, તાજી કોથમારીના પાન, આદુની પાતળીસળી અને બારીક સમારેલું લીલું લસણ ભભરાવી ગાર્નિશ કરવું. ફુલકા રોટી, પરાઠા કે રાઈસ સાથે ગરમાગરમ પીરસવું.
- 9
નોંધ :- નીમોના પારંપરિક રીતે રાઈનાં તેલમાં બનાવવામાં આવે છે, પણ મેં તેનો માઈલ્ડ ટેસ્ટ જાળવવા અહીં દેશી ઘી નો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો રાઈ કે પછી તમારી પસંદનાં કોઈપણ તેલમાં બનાવી શકો છો.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ