હેલ્ધી ગુજરાતી થાલી

asharamparia
asharamparia @Asharamparia

#એનિવર્સરી
# વીક ૩
ફ્રેન્ડસ, સાદું અને પૌષ્ટિક ગુજરાતી થાલી માં મગ-ભાત અને રોટલા સાથે પીરસવા માં આવતું કોઇપણ વેજીટેબલ નો કાચો પાકો સંભારો, કાચું સલાડ... જેમાં મુળો ને મગ તો બઘાં ને ભાવતું કોમ્બિનેશન છે. તેમજ મસ્ત મઘુરી છાશ, ખીચિયા પાપડ અને હિમોગ્લોબીન થી ભરપૂર ગોળ. એવી આ સિમ્પલ અને હેલ્ધી ડિશ ની રેસિપી નીચે મુજબ છે.

હેલ્ધી ગુજરાતી થાલી

#એનિવર્સરી
# વીક ૩
ફ્રેન્ડસ, સાદું અને પૌષ્ટિક ગુજરાતી થાલી માં મગ-ભાત અને રોટલા સાથે પીરસવા માં આવતું કોઇપણ વેજીટેબલ નો કાચો પાકો સંભારો, કાચું સલાડ... જેમાં મુળો ને મગ તો બઘાં ને ભાવતું કોમ્બિનેશન છે. તેમજ મસ્ત મઘુરી છાશ, ખીચિયા પાપડ અને હિમોગ્લોબીન થી ભરપૂર ગોળ. એવી આ સિમ્પલ અને હેલ્ધી ડિશ ની રેસિપી નીચે મુજબ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ખાટા-મીઠા મગ માટે:
  2. ૧ કપ મગ
  3. ૨ ચમચી તેલ વઘાર માટે
  4. ૧ ચમચી રાઈ અને જીરું
  5. ૧/૨ ચમચી હળદર
  6. ચપટીહિંગ
  7. મીઠા લીમડાના પાન
  8. ૧ સમારેલું લીલું મરચું
  9. ૧/૨ ચમચી છીણેલું આદુ
  10. ૨ ચમચી લસણ ની ચટણી
  11. ૧/૨ ચમચી ઘાણાજીરુ
  12. ૧ ચમચી લીંબુનો રસ
  13. ૧ ચમચી ખાંડ
  14. જરુર મુજબ કોથમીર ગાર્નિશ માટે
  15. બાજરી ના રોટલા માટે:
  16. ૨૫૦ ગ્રામ બાજરાનો લોટ
  17. સ્વાદ પ્રમાણે મીઠું
  18. જરુર મુજબ પાણી
  19. પ્લેઇન રાઈસ માટે:
  20. ૧ કપ બાસમતી ચોખા
  21. ૨ કપ સાદું પાણી
  22. ૧ ચમચી ઘી
  23. મીઠું (ઓપ્શનલ)
  24. સંભારા માટે:
  25. ૧ કપ છીણેલી કોબીજ
  26. ૧ છીણેલું ગાજર
  27. ૨ સમારેલા લીલાં મરચા
  28. ૧ ચમચી તેલ વઘાર માટે
  29. ૧/૨ ચમચી રાઈ અને જીરું
  30. ચપટીહિંગ
  31. ૧/૨ ચમચી હળદર
  32. મીઠું સ્વાદ અનુસાર
  33. સાથે સર્વ કરવા માટે:
  34. કાચું સલાડ
  35. ગોળ
  36. પાપડ
  37. છાશ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બાસમતી ચોખા ૨ થી ૩ વાર વોશ કરી ૧/૨ કલાક પલાળી રાખો. ત્યાં સુધી મગ ઘોઇ ને જરુર મુજબ પાણી અને મીઠું ઉમેરી ને ૩ વ્હીસલ લઈ બાફી લો. કુકર ઠંડું પડે ત્યાં સુધી માં કોબીજ અને ગાજર છીણી, મરચું સમારી ને તૈયાર કરો.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ ઉમેરી મીઠા લીમડાના પાન નાખી લીલાં મરચાં અને આદું ની છીણ, એડ કરી સાંતળો. ત્યારબાદ તેમાં બાફેલા મગ, લસણની ચટણી, (૫ લસણની પેસ્ટ, ૨ લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ અનુસાર મિકસ કરવું), હળદર ઉમેરી ૨ મિનિટ સાંતળો. તેલ છુટું પડે એટલે તેમાં ઘાણાજીરુ, ખાંડ, લીંબુનો રસ, જરુર મુજબ પાણી (૧/૨ ગ્લાસ) એડ કરી ૩ થી ૪ મિનિટ ઉકાળી એક સર્વિગ બાઉલમાં કાઢી લો.

  3. 3

    ત્યારબાદ સ્લો ફલેમ પર કુકરમાં પલાળેલા ચોખા લઈ,ઘી, બે ગણું પાણી ઉમેરી ચઢવા મુકો. ચોખા પલાળેલા હોય ૧૦ થી પણ ઓછી મિનિટ માં સ્લો ફલેમ પર ચઢી જાય છે.

  4. 4

    હવે કથરોટમાં બાજરા નો લોટ ચાળીને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી થોડું-થોડુ પાણી ઉમેરી ને લોટ બાંધવો. રોટલો ટીપવા ની બઘાં ની પોતાની રીતે હોય એ મૂજબ રોટલો ઘડી ગરમ કરેલી માટી ની તાવડી પર બંને સાઇડ ક્રિસ્પી સેકી અને રોટલા માં સમાય એટલું ઘી ઉમેરી પરોસો.

  5. 5

    હવે એક બીજા પેન માં તેલ ગરમ કરી રાઈ અને જીરું નો વઘાર કરી હિંગ, હળદર ઉમેરી લીલા મરચાં સાંતળી છીણેલું ગાજર એડ કરી ૨ મિનિટ સાંતળો, ત્યારબાદ તેમાં છીણેલું કોબીજ, ઉમેરી ૨ મિનિટ સાંતળો હવે કોબીજ ગળી જાય પછી મીઠું ઉમેરી ૨ મિનિટ સાંતળવું અને એક બાઉલમાં કાઢી લેવો. તૈયાર છે ગરમાગરમ કાચો પાકો સંભારો.

  6. 6

    બઘું જ તૈયાર કરી ને મનગમતું પ્લેટીંગ કરી ગોળ, સલાડ,પાપડ અને છાશ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
asharamparia
asharamparia @Asharamparia
પર

ટિપ્પણીઓ

Similar Recipes