મિક્સ વેજ. પનીર ખીમો

Dimpal Patel
Dimpal Patel @cook_9966376

#એનિવર્સરી
#મૈનકોર્સ
#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે.

મિક્સ વેજ. પનીર ખીમો

#એનિવર્સરી
#મૈનકોર્સ
#ઘણા બધા શાકભાજી , ચીઝ અને પનીરનો ઉપયોગ કરીને બનાવેલી ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ ડીશ. જે પરાઠા કે નાન સાથે ખૂબ જ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
  1. ૩ ઝીણા સમારેલા કાંદા
  2. ૧ ઝીણું સમારેલું ટામેટું
  3. ૧ ઝીણું સમારેલું કેપ્સીકમ
  4. ૧૧/૨ કપ ટોમેટો પ્યૂરી
  5. ૧/૪ કપ બાફેલા શાકભાજી (ગાજર, વટાણા,ફણસી)
  6. ૧૦૦ ગ્રામ પનીર
  7. ૧ ક્યુબ ચીઝ
  8. ૧ મોટી ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  9. ૧ મોટી ચમચી લાલ મરચાનો પાવડર
  10. ૧ મોટી ચમચી ધાણા જીરું પાવડર
  11. ૧ મોટી ચમચી ગરમ મસાલો
  12. ૧ મોટી ચમચી પંજાબી ગ્રેવી મસાલો
  13. ૧ નાની ચમચી આદુ લસણની પેસ્ટ
  14. ૧ નાની ચમચી હળદર
  15. ૧ નાની ચમચી ચાટ મસાલો
  16. ૧ મોટી ચમચી કસૂરી મેથી
  17. ૨ મોટી ચમચી કોથમીર
  18. ૧ મોટી ચમચી તેલ
  19. ૨ મોટી ચમચી ઘી કે બટર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેણીમાં ઘી અને તેલ લેવું. પછી તેમાં ઝીણા કાપેલા કાંદા સાંતરવા.

  2. 2

    કાંદા બ્રાઉન થાય પછી તેમાં આદુ લસણની પેસ્ટ અને લીલાં મરચાં ની પેસ્ટ ઉમેરવી. ધીમા તાપે ૧ મિનિટ સાંતળવું.

  3. 3

    ત્યારબાદ તેમાં ટામેટાની પ્યૂરી ઉમેરવી. ઢાંકીને ૫ મિનિટ થવા દેવું.

  4. 4

    તેલ છૂટું પડે પછી તેમાં બધા સૂકા મસાલા મિક્સ કરવા. ૨ મોટી ચમચી પાણી ઉમેરીને મસાલા બરાબર સાંતરી લેવા.

  5. 5

    પછી તેમાં બાફેલા શાકભાજી, કાપેલું ટામેટું અને કાપેલું કેપ્સીકમ ઉમેરીને ઢાંકી દેવું. ૫ થી ૭ મિનિટ ઢાંકીને થવા દેવું.

  6. 6

    ત્યારબાદ તેમાં છીણેલું પનીર અને છીણેલું ચીઝ ઉમેરીને ફરી ૫ મિનિટ થવા દેવું. જરૂર લાગે તો ૨ મોટી ચમચી પાણી ઉમેરવું.

  7. 7

    તેલ બરાબર છૂટી જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  8. 8

    કાપેલી કોથમીર, છીણેલું પનીર અને છીણેલા ચીઝથી સજાવીને પરોઠા કે નાન સાથે પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dimpal Patel
Dimpal Patel @cook_9966376
પર

Similar Recipes