મસાલા દહીં ભીંડી

Pragna Mistry @PragnaMistry
મસાલા દહીં ભીંડી
રાંધવાની સૂચનાઓ
- 1
ભીંડા ને ધોઈ કોરા કરી લૂછી લેવા.
ઉપર નીચેથી કાપી વચ્ચે કાપો મૂકવો. જો ભીંડા મોટા હોય તો 2 ટુકડા કરવા. - 2
બધા સૂકા મસાલા મિક્સ કરવા.
ભીંડા માં બધા મસાલા ભરવા. - 3
લોયામાં તેલ ગરમ કરી જીરૂ ઉમેરવું, ભીંડા વઘારવા.
- 4
ભીંડા થોડા ચડી જાય એટલે ચણાનો લોટ અને વધેલો સૂકો મસાલો ઉમેરી શાક થવા દેવું.
- 5
ભીંડા સરસ ચડી જાય એટલે દહીં ને સરખું ફેંટી ને ઉમેરવું. શાક ને હળવે હાથે ફેરવતા રહેવું.
- 6
2 મિનિટ પછી ગેસ બંધ કરવો દહીં ને વધારે ગરમ ન કરવું. તૈયાર છે મસાલા દહીં ભીંડી.. ગરમાગરમ કડક રોટલી સાથે મસાલા દહીં ભીંડી નું શાક સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11816148











ટિપ્પણીઓ (2)