દહીં કે શોલે

nikita rupareliya
nikita rupareliya @cookniki1107
India - Ahmedabad

અંદરથી મખમલી અને બહારથી ક્રન્ચી

દહીં કે શોલે

અંદરથી મખમલી અને બહારથી ક્રન્ચી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15થી 20 મિનિટ
૨ થી ૩ લોકો
  1. ૪૦૦ ગ્રામ દહીં
  2. ૧ બાઉલ ત્રણેય કલરના કેપ્સીકમ
  3. ૧ કપ ડુંગળી
  4. ૧ કપ ગાજર
  5. ૧ ટેબ.સ્પૂન લીલુ મરચું સમારેલું
  6. ૧ ટેબ.સ્પૂન ઓરેગાનો
  7. ૧ ટેબ.સ્પૂન ચીલી ફ્લેક્સ
  8. ૨ ટેબ.સ્પૂન ચીઝ સ્પ્રેડ
  9. ૧½ ટી.સ્પૂન દળેલી ખાંડ
  10. 1/2ટી.સ્પૂન કાળી મરી પાઉડર
  11. મીઠું સ્વાદ પ્રમાણે
  12. પાણી જરૂર મુજબ
  13. ૭ થી ૮ બ્રેડ
  14. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

15થી 20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ દહીંને એક મલમલના કપડાં માં લઇ, તેની વ્યવસ્થિત પોટલી વાડી ને તેમાંથી પાણી નિતારવા મૂકી દો. આ પોટલીને દોઢથી બે કલાક સુધી રાખી મુકો જેથી તેમાંથી બધું પાણી નીતરી જાય.

  2. 2

    ત્યાર બાદ હવે એક બાઉલમાં નીતા રેલ દહીં લઇ તેમાં ત્રણેય કલરનાં કેપ્સીકમ, ડુંગળી,ગાજર અને લીલા મરચા એડ કરો. પછી તેમાં ચીલી ફ્લેક્સ,ઓરેગાનો, મીઠું,મરી પાવડર, ચીઝ સ્પ્રેડ અને દળેલી ખાંડ એડ કરો. પછી તેને બરાબર રીતે ચલાવી લો.

  3. 3

    હવે મિક્સર રેડી થઈ ગયા પછી એક બ્રેડ લઇ તેની કોર કાપી લો, ત્યાર પછી પાણીવાળો હાથ કરીને બ્રેડ ને થોડી થોડી દબાવીને પોચી કરવી. હવે તેમાં ૧ ટેબલસ્પૂન જેટલુ સ્ટફિંગ મૂકી ધીરે ધીરે બ્રેડ ની કોર્નર થી વાળી લેવા. અને મિડિયમ flame પર તળો. યાદ રાખો કે સ્ટફિંગ બ્રેડ જ્યારે ભીના હોય ત્યારે જ તળી લેવા, જો કોરા તળશો તો બ્રેડમાં તેલ શોષાઈ જવાનો ડર રહે.

  4. 4

    કબાબ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. તો લો તૈયાર છે દહીં કે શોલે તેને કબાબ પણ કહેવામાં આવે છે. તેને કેચપ અથવા ફુદીનાની ચટણી જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
nikita rupareliya
nikita rupareliya @cookniki1107
પર
India - Ahmedabad

ટિપ્પણીઓ

Similar Recipes