બેકડ વડપાવ બોલ્સ

વડપાવ એક ખૂબ જ પોપ્યુલર નાસ્તો છે ... પણ તળેલો હોવાથી આપણે બહુ પસંદ ના કરીએ બનાવવાનું.. તો અહીંયા હું એનો હેલ્થી ઓપ્શન લઈને આવી છું... ખૂબ ટેસ્ટી લાગે છે ...
#આલુ
બેકડ વડપાવ બોલ્સ
વડપાવ એક ખૂબ જ પોપ્યુલર નાસ્તો છે ... પણ તળેલો હોવાથી આપણે બહુ પસંદ ના કરીએ બનાવવાનું.. તો અહીંયા હું એનો હેલ્થી ઓપ્શન લઈને આવી છું... ખૂબ ટેસ્ટી લાગે છે ...
#આલુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં લોટ, દહીં, મીઠું, બેકિંગ પાઉડર એન્ડ બેકિંગ સોડા લઈને પાણી ની મદદ થી એકદમ સોફ્ટ લોટ બાંધો.
- 2
પછી તેને 15 મીન. રેસ્ટ આપી લગભગ 2 મીન. સુધી કુણવવો.
- 3
હવે એક થાળી માં બાફેલા બટેટા નો માવો કરવો.. તેમાં મીઠું, સહેજ હળદર, લીંબુ નો રસ નાખવો. તેમજ એક વઘરીયા માં તેલ લાઇ ને તેમાં રાઈજીરું, હિંગ, હિંગ, મરચા આદુ નીં પેસ્ટ, લસણ ની પેસ્ટ, લીમડા ના પાન નાખી ને વઘાર તૈયાર કરવો... અને તેને બટાકા ના મિશ્રણ માં નાખી દેવો.
- 4
હવે બધું એકદમ સરસ મિક્સ કરી દો.
- 5
હવે બટેટા ના મિશ્રણ માંથી બોલ્સ વનાવો એન્ડ લોટ માંથી પણ બોલ્સ બનાવો. અને પીક્કચર માં દેખાય છે એ પ્રમાણે નાની પૂરી જેવું બનાવી ને લસણ ની ચટણી લગાવી વચ્ચે બોલ મૂકી ને પાછું કવર કરી લો એન્ડ બોલ બનાવી લો..
- 6
આવી રીતે બધા જ બોલ બનાવી ને બેકિંગ ટ્રે માં લાઈ લેવાના. પછી એને 180 ડિગ્રી ઉપર લગભગ 35 થી 40 મીન. બેક કરવા. ઓવેન ના હોય તો કૂકર માં પણ બેક કારી શકાય છે.
- 7
તો ખૂબ જ ટેસ્ટી એવા બેકડ વડપાવ રેડી થઈ ગયા છે...ગારમાગરમ વડપાવ કેચઅપ અને લસણ ની ચટણી સાથે પીરસો..
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (15)