દૂધી કોફતા કરી(lauki kofta curry in Gujarati)

દૂધી કોફતા કરી(lauki kofta curry in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કોફતા બનાવવા માટે એક બાઉલમાં છીણેલી દૂધીમાં થી થોડું પાણી નિતારી લો.હવે એ દૂધીના છીણમાં ચણાનો લોટ, ચોખાનો લોટ, આદુ-મરચા-લસણની પેસ્ટ, હળદર, લાલ મરચું,કોથમીર,તેલ,મીઠું તથા ગરમ મસાલો ઉમેરો મિશ્રણ ગોળી વડે તેવું હોવું જોઈએ જો હજી ઢીલુ થયેલું જણાય તો થોડો ચણાનો લોટ ઉમેરી શકો છો. હવે આ મિશ્રણના નાના નાના બોલ બનાવો. બોલ બનાવી તેને ગરમ તેલમાં તળી લો તૈયાર છે દૂધીના કોફતા.
- 2
કરી બનાવવા માટે એક પેનમાં એક ચમચી તેલ લઈને એ જરાક ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ, 2 સૂકા મરચાં તથા લવિંગ ઉમેરો. તેમાં સમારેલું આદું તથા લસણ ઉમેરી સાંતળો.હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી ગુલાબી સાંતળી લો.ડુંગળી સંતળાઈ જાય એટલે તેમાં ટામેટા ઉમેરીને સાંતળી લો.ટામેટા પણ સંતળાઈ જાય એટલે તેમાં પલાળેલા કાજુનેતથા પલાડેલ સુકા લાલ મરચા ઉમેરો અને તેમાં હળદર લાલ મરચું તથા ધાણાજીરું પાઉડર ઉમેરો. મસાલા સંતળાઈ જાય એટલે મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે મિક્સરમાં ક્રશ કરીને પેસ્ટ બનાવી લો તૈયાર છે કરી માટે ની પેસ્ટ
- 3
એક પેનમાં તેલ લઇ તેલ ગરમ થાય એટલે હિંગ તથા જીરુ ઉ મેરી બનાવેલી પેસ્ટ ઉમેરીને સાંતળો.તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરૂં તથા કિચન કિંગ મસાલો ઉમેરો.આ પેસ્ટને તેલ છૂટુ ન પડે ત્યાં સુધી સાંતળવા ની છે તેલ છૂટું પાડવા આવે પછી તેમાં 1/2વાડકી પાણી ઉમેરી.પાંચ મિનિટ માટે ખદખદવા દો. હવે હવે તેમાં કસુરી મેથી હાથેથી ક્રશ કરીને ઉમેરી લો.જરૂર પડે તો મીઠું ઉમેરો અને છેલ્લે કોથમીર ઉમેરી લો.
- 4
સર્વિંગ બાઉલમાં કોફતા મૂકી ઉપરથી કરી ઉમેરી પરોઠા કે નાનસાથે દૂધીના કોફતા કરી સર્વ કરો..
Keywords
Similar Recipes
More Recipes








ટિપ્પણીઓ (6)