રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી વસ્તુ ભેગી કરી લો.ત્યારબાદ એક વાસણ મા 1 ગ્લાસ પાણી ઉમેરો.ત્યારબાદ તેમા ડુંઁગળી,ટામેટાં,લાલ મરચા,કાજુ,લસણ અને આદુ નાખો.બધી વસ્તુ નરમ થાય ત્યાં સુધી ચડવા દો.
- 2
ત્યારબાદ તેને ચારણી મા નીતરી લો અને ઠરવા દો.ત્યારપછી તેને મિક્ષ્ચર જાર મા નાખી અને અડધો કપ પાણી નાખી ને પેસ્ટ બનાવી લો.
- 3
એક કઢાઈ મા 1 ગ્લાસ પાણી,મેગી અને થોડુ મીઠુ નાખી ને થવા દો. મેગી થઇ જાય એટલે તેને ચારણી મા નીતારી ઉપરથી ઠન્ડુ પાણી રેડો.જેથી મેગી ચોટસે નહિ.
- 4
ત્યારબાદ એક કઢાઈ મા 1 ચમચી તેલ અને 1 ચમચી બટર નાખો. ગરમ થઇ જાય એટલે તેમા તૈયાર કરેલી પેસ્ટ નાખો અને અડધો કપ પાણી નાખીને ઉકળવા દો.
- 5
સરખી ઉકળી જાય ત્યારપછી તેમા મીઠુ,લાલ મરચુ પાઉડર,મેગી મસાલો અને રેડ ચિલી સોસ નાખી ને સરખી રીતે મિક્સ કરી લો.ત્યારબાદ તેમા ચીઝ ઉમેરો.
- 6
ચીઝ ઓગળી જાય ત્યારપછી તેમા ઓરેગનો,મેગી,અને કસુરી મેથી નાખી ને મિક્સ કરી ને 5 મિનિટ ધીમા ગેસ ઉપર રેહવા દો.
- 7
તો તૈયાર છે સ્પાઈસી પંજાબી મેગી.જે ટેસ્ટ મા ખુબજ સરસ લાગે છે.ચાઈનિસ અને પંજાબી નુ ફ્યુસન ખુબજ સરસ લાગે છે.
Similar Recipes
More Recipes























ટિપ્પણીઓ