ઈન્સ્ટન્ટ રસમલાઈ (Instant Rasmalai Recipe in Gujarati)

Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
Ahmedabad, Gujarat

#goldenapron3 week22 Puzzle Word - Almond #માઇઇબુક પોસ્ટ9

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
8 વ્યક્તિ
  1. 2 કપ+ 2 કપ દૂધ (ફૂલ ફેટ મિલ્ક)
  2. 1 ટીસ્પૂનઘી
  3. 1/2 કપખાંડ
  4. 1/2 કપસોજી
  5. 2 ટેબલસ્પૂનમિલ્ક પાઉડર
  6. 1/2 ચમચીઈલાયચી પાઉડર
  7. જરૂર મુજબ પાણીમાં ઘોળેલું કેસર
  8. જરૂર મુજબ બદામની કતરણ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક ફ્રાય પેન / કઢાઈમાં 2 કપ દૂધ ગરમ કરો, ગેસની ફ્લેમ મીડીયમ રાખવી. દૂધ થોડું ગરમ થાય એટલે તેમાં ઘી ઉમેરી મિક્સ કરો.

  2. 2

    ત્યારબાદ તેમાં 3 ચમચી ખાંડ અથવા સ્વાદાનુસાર ખાંડ ઉમેરો.ખાંડ દૂધમાં ઓગળે ત્યાં સુધી દૂધને હલાવતા રહો ત્યારબાદ તેમાં ધીમે-ધીમે સોજી ઉમેરો અને સરખી રીતે મિક્સ કરો.

  3. 3

    સોજી સરખી રીતે કુક થાય અને શીરા જેવું મિશ્રણ તૈયાર થાય અને મિશ્રણ પેન છોડી દે ત્યાં સુધી પકાવો પછી ગેસ બંધ કરી મિશ્રણને એક પ્લેટમાં કાઢો.

  4. 4

    સહેજ ઠરે પછી હથેળીમાં થોડું ઘી લગાવી તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ હાથમાં લઈ તેને થેપીને ગોળ નાની સાઈઝનાં લુઆ બનાવો. આ રીતે મિશ્રણમાંથી લુઆ (રસમલાઈ) તૈયાર કરો. આટલાં મિશ્રણમાંથી 18 રસમલાઈ બનાવી શકાશે.

  5. 5

    હવે ફ્રાયપેનમાં 2 કપ દૂધ મીડીયમ ફ્લેમ પર ગરમ કરવા મૂકો, તેમાં મિલ્ક પાઉડર અને 4 ચમચી ખાંડ અથવા સ્વાદ અનુસાર ખાંડ ઉમેરો. મિલ્ક પાવડરમાં લમ્સ ન પડે તે રીતે સરખી રીતે મિક્સ કરો. ખાંડ ઓગળે પછી તેમાં ઈલાયચી પાઉડર અને ઘોળેલું કેસર ઉમેરો

  6. 6

    સહેજ ઉકળવા લાગે પછી તેમાં તૈયાર કરેલાં સોજીનાં મિશ્રણનાં લુઆ (રસમલાઈ) ઉમેરો અને 6-7 મિનિટ માટે તેને કુક થવા દો વચ્ચે-વચ્ચે હળવા હાથે ચમચા વડે લુઆને ફેરવતાં રહો. દૂધ લુઆમાં સરખી રીતે એબઝોર્બ થાય અને દૂધ સહેજ ઘટ્ટ થાય પછી ગેસની ફ્લેમ બંધ કરો.

  7. 7

    દૂધને વધુ ઘટ્ટ કરવાનું નથી. તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ ઈન્સ્ટન્ટ રસમલાઈ. તેને રૂમ ટ્રેમ્પ્રેચર પર ઠંડી થાય પછી ફ્રીજમાં ઠંડી કરો, ઉપર બદામની કતરણથી ગાર્નિશ કરી સર્વ કરો. પિસ્તાની કતરણ પણ ભભરાવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nigam Thakkar Recipes
Nigam Thakkar Recipes @cook_17489753
પર
Ahmedabad, Gujarat
માફ કરશો હવે હું આ પ્લેટફોર્મ પર એક્ટિવ નહીં રહી શકું.
વધુ વાંચો

ટિપ્પણીઓ (13)

Similar Recipes