રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા તપેલા માં ગરમ મસાલો નાખી પાણી ગરમ કરવા મુકવુ.નમક નાખી પાણી ઊકળે એટલે તેમાં બાસમતી ચાવલ નાખવા. (ચાવલ 1 કલાક પલાળવા) 70%જેટલા કૂક કરવા. તેમાં 1 લેબું નો જુઇસ નાખવો / 1 tbsp વિનેગર નાખવું. ચારણામાં માં ઉતારતી વખતે તેમાં 1 tbsp તેલ નાખી ચાવલ ચારણામાં નિતારવા.
- 2
ફ્લાવર માટે- એક વાસણ માં ફ્લાવર ના ફુલ લેવા તેમાં નમક અને હળદર નાખી 5 મિનિટ 3 ગ્લાસ પાણી નાખી ઉકાળવું. ઉકળી જાય પછી તેને ચારણામાં માં નિતારવું.
- 3
મન્ચુરિયન તળવા માટે-એક બાઉલ માં નિતરેલા ફ્લાવર તેમાં કોર્ન ફ્લોર મેંદો લાલ મરચું પાઉડર નમક અને કાળા મરી પાઉડર નાખી એક સ્મૂથ બેટટર રેડી કરવું. તેલ ગરમ કરવા મુકવુ ગરમ થઇ જાય પછી એક એક ફ્લાવર બેટટર માં નાખી લાઇ તેલ માં તળવું આ રીતે બધા ફ્લાવર તળવા. એક પ્લેટ માં લેવા.
- 4
મન્ચુરિયન સોસ માટે- એક કડાઈ માં તેલ નાખી ગરમ કરવા મુકવુ તેમાં જીના કાપેલા કાંદા અદરક લસણ મરચા નાખી સાંતળવા. એક દમ સાતલાઈ જય પછી તેમાં લાલ મરચાં પાઉડર કેચપ વિનેગર સાકાર નમક અજીનોમોટો કોર્નસ્તાચ ની સલરી (પાણી માં ઓગાળેલી)આ બધું હાઇ ફ્લેમ માં રાખી કૂક કરવું. બધું એક વાર સાતલાઈ ગયા પછી તળેલા મન્ચુરિયન નાખી તેમાં 2 કપ પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું.10 મિનિટ પછી ગેસ બંધ કરી રાખવું. સરવિંગબાઉલ માં લઇ સર્વ કરવું.
- 5
ફ્રાઈડ રાઈસ માટે- એક તપેલું લેવું તેમાં તેલ/ બટર ગરમ કરવા મુકવુ ગરમ થઇ ગયા પછી તેમાં ગરમ મસાલા નાખી બારીક કાપેલો કાંદો નાખી સાતલવો.સતલાઈ ગયા પછી તેમાં અદરક લસણ નાખી સાંતળવું. થોડું ચડી ગયા પછી તેમાં કોબી ગાજર કાજુ ક નાખી કૂક કરવું. ઢાંકી દેવું. થોડી વાર પછી તેમાં સોયા સૌસ અજીનોમોટો નમક વિનેગર નાખી કૂક કરવું.બધું મિક્સ થઇ ચડી ગયા પછી નિતરેલા ચાવલ નાખી મિક્સ કરી લો ફ્લેમ માં ચડવા દહીં ઢાંકી રાખવું. 10 મિનિટ પછી ગેસ બંધ કરવો. સરવિંગ ડીશ માં લઇ સર્વ કરવું
- 6
તો ત્યાર છે ફ્રાઈડ રાઈસ સાથે ગોબી મન્ચુરિયન.
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ