ગોબી મન્ચુરિયન સાથે વેજ ફ્રાઈડ રાઈસ

Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958

ગોબી મન્ચુરિયન સાથે વેજ ફ્રાઈડ રાઈસ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 2 કપબાસમતી ચાવલ
  2. તેમાં નાખ વાનો ગરમ મસાલા
  3. 2તજ પતા
  4. 1લવિંગ
  5. 4કાળા મરી
  6. 1 tspજીરું
  7. 2 કપકોબી જીણી કાપેલી
  8. 2 કપગાજર બારીક સમારેલા
  9. 2 tbspઅદરક લસણ બારીક કાપેલું
  10. 1કાંદો બારીક કાપેલો
  11. 1 tspસોયા સૌસ
  12. 1 tspવિનેગર
  13. 1 કપકાજુ
  14. 2 tbspબટર
  15. મન્ચુરિયન માટે
  16. 1બાઉલ ફ્લાવર ફૂલ સાથે કટ કરેલું
  17. 3 tbspકોર્ન પાઉડર
  18. 3 tbspમેંદો
  19. 1 tbspલાલ મરચાં નો પાઉડર
  20. 1 કપપાણી
  21. 1 tspકાળા મરી પાઉડર
  22. તેલ તળવા માટે જરૂર મુજબ
  23. નમક જરૂર મુજબ
  24. મન્ચુરિયન સોસ માટે:
  25. 2 tbspતેલ
  26. 2 tbspબાઈક કાપેલું લસણ લીલા મરચા અને અદરક કાપેલું
  27. 1કાંદો બારીક કાપેલો
  28. 1 tbspલાલ મરચાં નો પાઉડર
  29. 2 tbspલાલ ચીલી ટોમેટો કૅચપ
  30. 1 tbspસોયા સોસ
  31. 2 tbspકોર્ન ફ્લોર
  32. 1 tspસાકાર
  33. 1 tspવિનેગર
  34. પિંચ અજીનોમોટો
  35. 1 કપપાણી
  36. 1 tbspકાલા મરી પાઉડર
  37. નમક જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    એક મોટા તપેલા માં ગરમ મસાલો નાખી પાણી ગરમ કરવા મુકવુ.નમક નાખી પાણી ઊકળે એટલે તેમાં બાસમતી ચાવલ નાખવા. (ચાવલ 1 કલાક પલાળવા) 70%જેટલા કૂક કરવા. તેમાં 1 લેબું નો જુઇસ નાખવો / 1 tbsp વિનેગર નાખવું. ચારણામાં માં ઉતારતી વખતે તેમાં 1 tbsp તેલ નાખી ચાવલ ચારણામાં નિતારવા.

  2. 2

    ફ્લાવર માટે- એક વાસણ માં ફ્લાવર ના ફુલ લેવા તેમાં નમક અને હળદર નાખી 5 મિનિટ 3 ગ્લાસ પાણી નાખી ઉકાળવું. ઉકળી જાય પછી તેને ચારણામાં માં નિતારવું.

  3. 3

    મન્ચુરિયન તળવા માટે-એક બાઉલ માં નિતરેલા ફ્લાવર તેમાં કોર્ન ફ્લોર મેંદો લાલ મરચું પાઉડર નમક અને કાળા મરી પાઉડર નાખી એક સ્મૂથ બેટટર રેડી કરવું. તેલ ગરમ કરવા મુકવુ ગરમ થઇ જાય પછી એક એક ફ્લાવર બેટટર માં નાખી લાઇ તેલ માં તળવું આ રીતે બધા ફ્લાવર તળવા. એક પ્લેટ માં લેવા.

  4. 4

    મન્ચુરિયન સોસ માટે- એક કડાઈ માં તેલ નાખી ગરમ કરવા મુકવુ તેમાં જીના કાપેલા કાંદા અદરક લસણ મરચા નાખી સાંતળવા. એક દમ સાતલાઈ જય પછી તેમાં લાલ મરચાં પાઉડર કેચપ વિનેગર સાકાર નમક અજીનોમોટો કોર્નસ્તાચ ની સલરી (પાણી માં ઓગાળેલી)આ બધું હાઇ ફ્લેમ માં રાખી કૂક કરવું. બધું એક વાર સાતલાઈ ગયા પછી તળેલા મન્ચુરિયન નાખી તેમાં 2 કપ પાણી નાખી ધીમા તાપે ચડવા દેવું.10 મિનિટ પછી ગેસ બંધ કરી રાખવું. સરવિંગબાઉલ માં લઇ સર્વ કરવું.

  5. 5

    ફ્રાઈડ રાઈસ માટે- એક તપેલું લેવું તેમાં તેલ/ બટર ગરમ કરવા મુકવુ ગરમ થઇ ગયા પછી તેમાં ગરમ મસાલા નાખી બારીક કાપેલો કાંદો નાખી સાતલવો.સતલાઈ ગયા પછી તેમાં અદરક લસણ નાખી સાંતળવું. થોડું ચડી ગયા પછી તેમાં કોબી ગાજર કાજુ ક નાખી કૂક કરવું. ઢાંકી દેવું. થોડી વાર પછી તેમાં સોયા સૌસ અજીનોમોટો નમક વિનેગર નાખી કૂક કરવું.બધું મિક્સ થઇ ચડી ગયા પછી નિતરેલા ચાવલ નાખી મિક્સ કરી લો ફ્લેમ માં ચડવા દહીં ઢાંકી રાખવું. 10 મિનિટ પછી ગેસ બંધ કરવો. સરવિંગ ડીશ માં લઇ સર્વ કરવું

  6. 6

    તો ત્યાર છે ફ્રાઈડ રાઈસ સાથે ગોબી મન્ચુરિયન.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rubina Dodhia
Rubina Dodhia @cook_22396958
પર

Similar Recipes