વાલની ભાજીનું શાક/ વાલનું વરડું નું શાક

#માઇઇબુક
ચોમાસામાં આ ભાજી ખુબ જ મળે છે આ ભાજી ના ખૂબ જ પૌષ્ટિક ગુણધર્મો છે ચોમાસામાં આ ભાજી ખાવી જોઈએ આજે હું આ રેસિપી શેર કરું છું
વાલની ભાજીનું શાક/ વાલનું વરડું નું શાક
#માઇઇબુક
ચોમાસામાં આ ભાજી ખુબ જ મળે છે આ ભાજી ના ખૂબ જ પૌષ્ટિક ગુણધર્મો છે ચોમાસામાં આ ભાજી ખાવી જોઈએ આજે હું આ રેસિપી શેર કરું છું
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ભાજીને ઝીણી સમારીને ઘોઈને એક કૂકરમાં લેવી,એમાં ભાજી ડૂબે તેટલું પાણી અને ખાવાનો સોડા નાખીને છ સીટી વગાડવી,પછી તરત જ કૂકરની વરાળ કાઢી લઇ ઢાંકણ ખોલી લેવું જેથી ભાજી નો કલર લીલો રહે.
- 2
હવે એક પેનમાં તેલ નાખી ગરમ થવા દો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખો અને પાંચ મિનિટ માટે ફ્રાય કરો તેને લાઈટ બ્રાઉન કલર થાય ત્યાં સુધી સાંતળવી તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખવી પછી બરાબર બધું મિક્સ કરી લેવું તેને એક મિનિટ માટે ફ્રાય કરો હવે તેમાં હળદર ધાણા પાઉડર હિંગ અને મીઠુ સ્વાદ પ્રમાણે નાખી બધું બરાબર મિક્સ કરો.
- 3
મીડીયમ ગેસ પર ભાજીનું પાણી બળે ત્યાંસુધી તેને થવા દેવી પછી ગેસ બંધ કરવો હવે આ ભાજીને એક બાઉલમાં લઈને તેની ઉપર ભભરાવી રોટલા કે રોટલી સાથે સર્વ કરવી.
Keywords
Similar Recipes
More Recipes





ટિપ્પણીઓ (4)