સિઝલર ડીશ.(sizzler recipe in Gujarati)

#goldenapron3
આ ડીશ આમ તો ઠન્ડા પ્રદેશ ની છે. પણ હવે આપણે અહીં પણ ખુબજ પોપ્યુલર છે જે શિયાળામાં ને ચોમાસામાં આ ડીશ વધારે બનેછે મેં પણ સિઝલર બનાવ્યું છે તે આપણું ગુજરાતી જ ડીશ છે.
સિઝલર ડીશ.(sizzler recipe in Gujarati)
#goldenapron3
આ ડીશ આમ તો ઠન્ડા પ્રદેશ ની છે. પણ હવે આપણે અહીં પણ ખુબજ પોપ્યુલર છે જે શિયાળામાં ને ચોમાસામાં આ ડીશ વધારે બનેછે મેં પણ સિઝલર બનાવ્યું છે તે આપણું ગુજરાતી જ ડીશ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
અહીં મેં ચોખા ને ધોઈ ને પલાડયા છે તેને 10 મિનિટ પલળવા ત્યારબાદ તેને એક વાસણમાં જરૂર મુજબ પાણી લઈને ગેસ ઉપર ગરમ કરવું તે ગરમ થાય પછી તેમાં ચોખા નાખવા તેને કુક કરવા તે 90 ટકા જ થવા દેવા મતલબ દાણો આખો રહે ને બફાય પણ જાય તેવા બનાવા તે ને વધારતી ટાઈમે ફરી થોડાં કુક થશે ને સિઝલરમાં પણ થોડા કુક થઈ જશે તો તેને આ રીતે કુક કરવા
- 2
ત્યારબાદ બધાજ શાક ધોઈને તેને સમારી ને તૈયાર કરવા. તે થઈ જાય પછી જે ભાત બનાવેલા છે તેને એક પેન કે કોઈ પણ વાસણમાં 1 ચમચી દેશી ઘી લઈ ને ગેસ ઉપર ગરમ કરવા મુકવું તે ગરમ થાય ત્યારે તેમાં જીરું નાખવું ને આદુમરચા જીણા સમારેલાં નાખવા તેમાં ફુદીનો પણ નાખવો તેને હલાવી તેમાં બનાવેલા ભાત નાખી તેમાં સ્વાદ મુજબ નમક નાખી મિક્સ કરવા
- 3
આરીતે ભાત નાખી તેમાં મરીપાવડર નાખી મિક્સ કરવા આ રીતે ભાત તૈયાર કરવા. મેં તેમાં બટેટાની ચિપ્સ પણ નાખી છે.
- 4
બટેટાને છાલ ઉતારી તેની લાંબી ચિપ્સની જેમ સમારી ને ગરમ તેલમાં તડવી ને તેને બહાર કાઢી લેવી. ત્યારબાદ એક પેનમાં તેલ મૂકી ને તે ગરમ થાય ત્યારે તેમાં આદુમરચા નાખી સાંતડવા ને સાથે તેમાં સેઝવાન ચટણી પણ નાખવી ને સાંતડવા હવે તેમાં કોબી સમારેલી નાખવી
- 5
તેમાં ટામેટાનો પલ્પ નાખવો ને થોડી વાર સાતડવો તેમાં મરચુપાવડર સ્વાદ મુજબ નમક નાખી મિક્સ કરવું તેમાં કોર્નફ્લોરની સ્લરી બનાવી નાંખવી જેથી શાક શોષી થાય ને ટેસ્ટી પણ થશે તેમાં બટેટાની ચિપ્સ બનાવી છે તે પણ નાખવી ને હલાવી મિક્સ કરવું તેમાં મરી પાઉડર પણ નાખવો હલાવી ને મિક્સ કરવું ને થોડી વાર કુક થવા દેવું આ શાક ખુબજ ટેસ્ટી ને શોષી થશે.
- 6
શોષ બનાવા માટે બે મોટા ટામેટાં છીણીને તેનો પલ્પ કરવો તેને એક પેનમાં લઈને ગેસ ઉપર ગરમ કરવા મુકવા તેમાં પણ કોર્નફ્લોરની સ્લરી બનાવી ને નાખવી તેમાં પીઝા શોષ નાખી હલાવું ને મરચુપાવડર પણ નાખવું તેમાં નમક નાંખવાની જરૂર નથી કેમકે પીઝા શોષમાં છે તો તેને હલાવી ને મિક્સ કરી ને ગેસ બન્ધ કરવો ને બાજુ પર રાખવો. ત્યારબાદ સિઝલર ડિશની ડીશ ને ગેસ ઉપર ગરમ કરવા મુકવી તેને ગરમ થતા વાર લાગેછે તો જમવા બેસવું હોય તેંની 10 મિનિટ પહેલાં મુકવી.
- 7
આ ડીશ ગરમ થાય પછી તેમાં કોબીના પાન બરાબર ધોઈને ડીશમાં મુકવા આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ સ્લો રાખવી.પછી તેંમાં જે ફુદીના રાઈસ બનાવ્યા છે તે મુકવા બાજુમાં શાક મુકવું ને જે શોષ બનાવેલો છે તે પણ થોડો થોડો નાખી ને ઉપર ફુદીનાના પાન મુકવા.
- 8
ત્યારબાદ કોબીના પાન થોડાં ઉંચા કરીને તેની નીચે માખણ મુકવું મેં અહીં ઘરનું માખણ મૂક્યું છે બહારનું મળે તો તે પણ ચાલે તો તૈયાર છે સિઝલર ડીશ
- 9
Similar Recipes
More Recipes



























ટિપ્પણીઓ (2)