બેલપેપસૅ ઇન રેડ ગ્રેવી(Bellpapers in red gravy recipe in Gujarati)

બેલપેપસૅ ઇન રેડ ગ્રેવી(Bellpapers in red gravy recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાજુ અને મગજતરીના બીને લગભગ એક કલાક પાણીમાં પલાળી રાખો ડુંગળીને સમારી લો ટામેટાના પણ ટુકડા કરી લો.
- 2
ડુંગળી બદામી રંગની થાય ત્યાં સુધી શેકો ઠંડી પડે એટલે તેને ક્રશ કરી લો.
- 3
મિક્સર જાર માં આદું લસણ અને જરૂર પૂરતું જ પાણી ઉમેરી ક્રશ કરી લો. ક્રશ કરેલી પેસ્ટ એક સાઈડ પર રાખી એ જ જારમાં ટમેટાની પ્યુરી બનાવી લો. ટમેટાની પ્યુરી ને એક વાસણમાં કાઢી એ જ જારમાં ડુંગળી ની પ્યુરી બનાવી લો. હવે પલાળેલા કાજુ તથા મગજતરી ની સ્મૂધ પેસ્ટ બનાવી લો
- 4
એક પેનમાં તેલ તથા ઘી ગરમ કરવા મુકો સહેજ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર ના ટુકડા, ઈલાયચી, સૂકા લીલા મરચા,જીરું તથા હીંગ ઉમેરો. જીરું થવા આવે એટલે તેમાં આદુ-મરચાની પેસ્ટ ઉમેરી બેથી ત્રણ મિનિટ સાંતળો.હવે તેમાં ટામેટાની પ્યુરી ઉમેરી લો જેને આપણે કુક નથી કરી. ટમેટાની પ્યુરી માં જરૂર પૂરતું મીઠું હળદર તથા લાલ મરચું ઉમેરો પૂરીને ચારથી પાંચ મિનિટ થવા દો.
- 5
ટામેટા થવા આવે એટલે તેમાં કાજુ તથા મગજ તરી ની પેસ્ટ ઉમેરી બે મિનિટ માટે સાંતળો. પેસ્ટ સંતળાઈ જાય એટલે છેલ્લા તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી લો જે કુક કરેલી છે બધું બરાબર મિક્સ કરી તેમાં ધાણાજીરું પાઉડર, કિચન કિંગ મસાલો, પંજાબી શાકનો મસાલો,ગરમ મસાલો તથા સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ ઉમેરી મિક્સ કરો આ ગ્રેવી ને૮થી દસ મિનિટ માટે ધીમા તાપે થવા દો ગ્રેવી માંથી તેલ છૂટું પડે એટલે બની ગઈ છે એમ સમજવું.
- 6
બેલ પેપર્સ ને 1/2ચમચી તેલમાં બેથી ત્રણ મિનિટ માટે સાંતળો.બેલપેપર્સ ને ગ્રેવીમાં ઉમેરો. તેમાં બે મોટી ચમચી છીણેલુ પનીર ઉમેરો બરાબર મિક્સ થઈ ગયા પછી ધાણા તથા ક્રીમ ઉમેરી સર્વ કરો. રેડી છે bellpapers in red gravy !!જેને મેં રોટલી તથા પાપડ સાથે સર્વ કર્યું છે..
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ