ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સુપરશેફ1
#માઇઇબુક
#પોસ્ટ૨૯
ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે.

ચીઝ-પનીર કોફતા કરી (Cheese Paneer Kofta curry Recipe in Gujarati)

#સુપરશેફ1
#માઇઇબુક
#પોસ્ટ૨૯
ખૂબ જ ટેસ્ટી લાગે છે આ શાક અને પનીર અને ચીઝ ના આ કોફતા ખૂબ જ સોફ્ટ બન્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૪૫ મિનિટ
૪ વ્યક્તિ
  1. કોફતા માટે:
  2. ૧ કપપનીર
  3. ક્યુબ ચીઝ
  4. લીલા મરચાં ઝીણા સમારેલા
  5. ૧/૨ ચમચીમરી પાઉડર
  6. મીઠું સ્વાદમુજબ
  7. ૧ ચમચીકોર્નફ્લોર
  8. તેલ તળવા માટે
  9. ગ્રેવી માટે:
  10. ડુંગળી
  11. ટામેટા
  12. ૨+૨ ટે સ્પન તેલ
  13. ૨+૨ લવીંગ
  14. ૧+૧ નાનો ટૂકડો તજ
  15. ૨+૨ તમાલપત્ર
  16. ૨-૩ મરી
  17. બાદીયા નું ફૂલ
  18. ૧૦-૧૨ નંગ કાજૂ
  19. નાનો ટૂકડો આદૂ સમારેલું
  20. ૮-૧૦ નંગ લસણ
  21. ૧+૧ કાશ્મીરી લાલ મરચું
  22. ૧/૨ ચમચીહળદર
  23. ૧ ચમચીધાણાજીરૂ
  24. ૧/૨ ચમચીકીચન કીંગ મસાલો
  25. ૧/૨ ચમચીગરમ મસાલો
  26. મીઠું સ્વાદમુજબ
  27. ૧/૨ ચમચીકસૂરી મેથી
  28. કોથમીર
  29. ૧ ટે સ્પૂનમલાઈ

રાંધવાની સૂચનાઓ

૪૦-૪૫ મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક વાસણ માં પનીર અને ચીઝ માં બધો મસાલો કરી બરાબર મસળી લેવું કણક જેવું તૈયાર કરી એમાંથી નાના નાના બોલ્સ બનાવી લેવાં (કોફતા ની સાઈઝ ઈચ્છાનુસાર રાખી શકાય)

  2. 2

    હવે કડાઈ માં તેલ ગરમ કરી કોફતા ને કોર્નફ્લોર માં રગદોળી ને તળી લેવાં. ગુલાબી રંગ ના તળવાં

  3. 3

    હવે ગ્રેવી બનાવવા માટે: સૌપ્રથમ એક કડાઈ માં તેલ મૂકીએમાં તજ લવીંગ તમાલપત્ર મરી આદુ લસણ અને કાજૂ નાખવાં

  4. 4

    હવે ડુંગળી ટામેટા ૧ ચમચી કાશ્મીરી લાલ મરચું હળદર અને મીઠું નાખી દેવું પાણી નાખી ને ઢાંકણ ઢાંકી ચડવા દેવું

  5. 5

    ચડી જાય ટામેટા સોફ્ટ થઈ જાય એટલે ઠંડુ પાડી મિક્ષર માં પીસી લેવું અને ચાળણી થી ચાળી લેવું

  6. 6

    હવે એક કડાઈ માં તેલ મૂકી ગરમ કરી એમાં તજ લવીંગ તમાલપત્ર અને બાદીયા નું ફૂલ નાખી દેવું હવે ગ્રેવી નાખી એમાં લાલ મરચુ અને ધાણાજીરૂ નાખી મિક્ષ કરવું

  7. 7

    હવે કીચન કીંગ મસાલો અને ગરમ મસાલો નાખી મિક્ષ કરી ૨-૫ મિનિટ ચડવા દેવું હવે કસુરી મેથી હાથ થી મસળી ને નાખી દેવી અને મલાઈ ઉમેરી બરાબર મિક્ષ કરી ગેસ બંધ કરી દેવો

  8. 8

    હવે સર્વીંગ પ્લેટ કે બાઉલ માં ગ્રેવી લઈ એમાં કોફતા મૂકી ઉપર થી કોથમીર ગાર્નિશ કરી પરાઠા સાથે સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes