રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા

Nayana Pandya
Nayana Pandya @nayana_01

પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો

#જુલાઈ
#માઇઇબુક
#સુપરશેફ1

રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા

3 કમેન્ટ્સ કરેલ છે

પનીર ટીકા મસાલા એક પંજાબી ડિશ છે જેને તમે નાન, રોટલી અને પરોઠા જોડે ખાઈ શકો છો

#જુલાઈ
#માઇઇબુક
#સુપરશેફ1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. મેરીનેશન માટે
  2. ૧ કપબેસન
  3. ૧/૨ કપદહીં
  4. ૧ નંગસમારેલી ડુંગળી
  5. ૧/૨સમારેલું સીમલા મરચુ
  6. ૨૦૦ ગ્રામ પનીર
  7. ૨ ચમચીતેલ
  8. ૧ ચમચીઅજમો
  9. ૧ ચમચીધાણાજીરું
  10. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  11. સ્વાદ અનુસારમીઠું
  12. ગ્રેવી માટે
  13. ૧ ચમચીઆદુ-લસણની પેસ્ટ
  14. ૧ ચમચીલીલા મરચાની પેસ્ટ
  15. ૨ ચમચીતેલ
  16. ૩ નંગટામેટા ની પ્યુરી
  17. ૧ ચમચીજીરૂ
  18. ૧/૨ ચમચીહળદર
  19. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  20. ૧ ચમચીધાણાજીરૂ
  21. ૧ ચમચીકિચન કિંગ મસાલો
  22. ૧ ચમચીમરી પાઉડર
  23. ૧ ચમચીગરમ મસાલો
  24. ૧ ચમચીકસુરી મેથી
  25. સ્વાદ અનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    એક બાઉલમાં દહીં અને બેસન ઉમેરીશું પછીથી એમાં બધા મસાલા ઉમેરી દઈશું અને તેલ ઉમેરીને બધાને મિક્સ કરી લઈશું. હવે એમાં પનીર ડુંગળી અને સિમલા મિર્ચ ઉમેરીને બધાને સારી રીતે કોટ કરી લઈશું. હવે ૨૫ થી ૩૦ મિનિટ સુધી મિકસર ને ફ્રિજમાં ઢાંકી ને મૂકી દઈશું.

  2. 2

    ૨૫ થી ૩૦ મિનિટ થઈ જાય એટલે ફ્રીજમાંથી મિક્સરને કાઢી અને નોન સ્ટીક પેન માં ૨ ચમચી તેલ ઉમેરીને સેકી લઈશું.

  3. 3

    હવે પનીર ટીકા મસાલા ની ગ્રેવી તૈયાર કરીશું. એના માટે એક પેન લઈશું એમાં બે ચમચી તેલ ઉમેરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં જીરુ ઉમેરીશું. જીરું સેકાઈ જાય એટલે તેમાં આદુ-લસણની પેસ્ટ, લીલા મરચાની પેસ્ટ અને ડુંગળી ઉમેરીને સાંતળવા દઈશું. હવે બધા મસાલા ઉમેરીનેમિક્સ કરી લઈશું. મસાલા શેકાઈ જાય એટલે પછી ટામેટા ની પ્યુરી ઉમેરી અને તેલ છૂટુ થાય ત્યાં સુધી થવા દઈશું.

  4. 4

    હવે શેકેલા પનીર ડુંગળી અને સિમલા મિર્ચ નુ મિક્સર જે તૈયાર કર્યું હતું તે ગ્રેવીમાં ઉમેરી દઈશું. અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું

  5. 5

    હવે એક કપ પાણી ઉમેરીશું પછી સ્વાદ અનુસાર મીઠું, કસૂરી મેથી, અને ગરમ મસાલો ઉમેરી અને બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. હવે ઢાંકી અને પાંચ મિનિટ સુધી થવા દઈશું.

  6. 6

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર ટિક્કા મસાલા તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nayana Pandya
Nayana Pandya @nayana_01
પર

Similar Recipes