જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

સ્વીસરોલ્સ કેકનો એક પ્રકાર છે. જેમાં કેકને રોટલા જેવી પાતળી બનાવી તેના પર જામ/સોસ/ક્રિમ પાથરી રોલ કરી નાના ટુકડામાં કાપવામાં આવે છે. સ્વાદમાં કેક જેવા જ ટેસ્ટી પણ બનાવવામાં ઘણા સરળ છે. ઓવન વિના પણ ખૂબ આસાનીથી બની જાય છે.
આ માટે મેંદો/ ઘઉં નો લોટ કે બન્ને 1/2 1/2 લઇ શકાય.
અહીં મેં જાંબુ નો જામ બનાવી, સ્વીસરોલ્સ ને નવી ફ્લેવર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે. મારા દિકરાએ પૂરા માર્ક્સ આપ્યા છે. બનાવેલા જામ ને તમે આખું વર્ષ ફ્રીઝમાં રાખી શકો છો. તો મન થાય ત્યારે ૧૦-૧૫ મિનિટ માં આસાનીથી આ સ્વીસરોલ્સ બની જાય છે.

#સુપરશેફ૨
#પોસ્ટ૧
#ફ્લોર્સકેલોટ
#માઇઇબુક
#પોસ્ટ૨૧

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

(જામ માટે)૧ કલાક, (રોલ્સ માટે)૧૫ મિનિટ
૫ થી ૬ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ મોટા,પાકા જાંબુ
  2. ૫ ટેબલ સ્પૂનખાંડ
  3. મોટા લીંબુનો રસ
  4. ૧/૨ કપવ્હીપ્ડ ક્રિમ
  5. બટરપેપર
  6. ૧/૨ કપમેંદો કે ઘઉં નો લોટ
  7. ૧/૪ કપદળેલી ખાંડ
  8. ૧/૨ ટી સ્પૂનબેકિંગ પાઉડર
  9. ૧/૪ ટી સ્પૂનબેકિંગ સોડા
  10. ૧/૨ કપહૂંફાળું દૂધ
  11. ૧/૨ ટી સ્પૂનવિનેગર
  12. ૩ ટેબલ સ્પૂનવાસ વિનાનું તેલ(જેમ કે સનફ્લાવર ઓઇલ) અથવા ઓગળેલુ માખણ
  13. ૧/૨ ટી સ્પૂનપાઇનેપલ કે વેનીલા એસેન્સ
  14. ચપટીપીળો કલર

રાંધવાની સૂચનાઓ

(જામ માટે)૧ કલાક, (રોલ્સ માટે)૧૫ મિનિટ
  1. 1

    જાંબુ ને ધોઇ, સાફ કરી, ઠળિયા અલગ કરો. તેને ગ્રાઇન્ડ કરી પલ્પ બનાવો. પછી આ પલ્પને પેનમાં લઇ ખાંડ ઉમેરી ગરમ કરો. સતત હલાવતા રહો.ચોંટે નહીં તેનું ધ્યાન રાખવું. મિડિયમ તાપે ૧૫ થી ૨૦ મિનિટ થવા દો. પેસ્ટ જેવું જાડું થાય એટલે લીંબુનો રસ ઉમેરી ફરીથી ૨-૩ મિનિટ થવા દો. હલાવતા રહો. પછી બાઉલમાં કાઢી ૧ કલાક ઠંડો થવા દો. ચોપડી શકાય એવો થઇ જશે.

  2. 2

    પેનકેક માટે, એક બાઉલમાં દૂધ લઇ એમાં વિનેગર નાખી હલાવો. પછી તેમાં તેલ/બટર, એસેન્સ, ફૂડ કલર મિક્સ કરી લો.

  3. 3

    બીજા બાઉલમાં મેંદો, દળેલી ખાંડ, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા મિક્સ કરી ચાળી લો. પછી તેને દૂધવાળા મિશ્રણ માં ઉમેરી મિક્સ કરી લો. ખાલી મિક્સ કરવાનું છે, બહુ ફીણવાનું નથી. પેનકેક મિશ્રણ તૈયાર છે.

  4. 4

    હવે ઢોંસાના તવાને બરાબર ઘીથી ગ્રીઝ કરી, ગેસ પર ગરમ થવા મૂકો. તેમાં પેનકેક મિશ્રણ રેડી બધી બાજુ ફેલાવી દો. તેને ધીમા તાપે ઢાંકીને ૮ થી૧૦ મિનિટ ચડવા દો. થઇ જાય એટલે તવા પરથી લઇ સાચવીને, બટરપેપરની મદદથી રોલ કરી લો. રોલને બટરપેપરથી બંધ કરી ૧૦ મિનિટ માટે ફ્રીઝમાં સેટ થવા દો.

  5. 5

    પછી રોલને બહાર નીકાળી,ખોલીને,તેના પર બધી બાજુ જામ સ્પ્રેડ કરો. જામના લેયર પર, બધી બાજુ વ્હીપ્ડ ક્રિમ સ્પ્રેડ કરો. પછી ફરીથી રોલ કરી, બટરપેપરથી બંધ કરી, ૩૦ મિનિટ ફ્રીઝમાં સેટ થવા દો. સેટ થયા પછી બહાર કાઢી, રોલને નાના ટુકડામાં કાપી લો. સ્વીસરોલ્સ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

Similar Recipes