દાલ મખની
#સુપરશેફ1
ખાવા માં ખુબજ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય માટે પણ સારી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરો. હવે તેમા જીરૂ ઉમેરી લો. ત્યાર પછી તેમા આદુની પેસ્ટ, લસણની પેસ્ટ, ડુંગળી ઉમેરો.
- 2
તે આછા બ્રાઉન રંગની થાય એટલે તેમા ટામેટાની પ્યોરી ઉમેરી લો. હવે તેને 2-3 મિનિટ માટે ચઢવા દો. ત્યાર પછી તેમા હળદર, મીઠું, લાલ મરચું અને ગરમ મસાલો ઉમેરી લો. તેને બરાબર મિક્સ કરી લો
- 3
જ્યારે મસાલામાંથી તેલ છૂટુ પડે એટલે તેમા દાળ, અડદ અને રાજમા મિક્સ કરી લો. સાથે તેમા ફ્રેશ ક્રીમ, માખણ બરાબર ઉમેરીને મિક્સ કરી લો. હવે તેને 15-20 મિનિટ સુધી ધીમી આંચ પર ચઢવા દો
- 4
તેને વચ્ચે-વચ્ચે હલાવતા રહો. તૈયાર છે પંજાબી દાળ મખની.. તેને એક બાઉલમાં નીકાળી લો. હવે ઉપરથી ક્રીમ અને કોથમીરથી ગાર્નિશ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13160113




ટિપ્પણીઓ