બાજરાની પેટીસ

#superchef2
#week2
Flour used : bajra / pearl millet
આપણને બધાને રોટલા ખૂબ જ ભાવે છે અને શિયાળાની ઋતુમાં આપણા ઘરમાં બાજરો ખુટતો જ નથી 😄 પરંતુ શું તમે ચોમાસાની ઋતુમાં ક્યારેય આ બાજરાની પેટીસ બનાવી છે? બહાર મસ્ત વરસાદ પડ્તો હોય અને સાથે આ ગરમ ગરમ પેટીસ મળી જાય તો આપણને મજા જ મજા. આ પેટીસ ને જુદી જુદી રીતે બનાવી અને ખાઈ શકાય છે. મેં અહીંયા તળી ને બનાવી છે અને ચટણી સાથે સર્વ કરી છે. આની જ દહીં પેટીસ પણ બનાવી શકાય છે. અને જો તમે હેલ્થ કોનસિયનસ હોવ તો તમે તેને ચૂલામાં શેકી ને બાફલાની જેમ પણ ખાઈ શકો છો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે બાજરીનો લોટ મીઠું અને પાણી મિક્સ કરીને લોટને ગૂંથીશું. લોટને મધ્યમ નરમ રાખો. આરામ કરવા માટે લોટને 1/2 કલાક ઢાંકી દો
- 2
હવે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીશું. એક બાઉલમાં બાફેલા અને મેશ કરેલા બટાકા લો. તેમાં અન્ય તમામ સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- 3
હવે બાજરીના લોટમાંથી પરાઠાની સાઈઝનો લુઓ લઈને હાથથી થેપીને નાની પૂરી બનાવો.
- 4
હવે બટાકાનું થોડું મિશ્રણ લો અને બાજરીની પુરીમાં રાખો અને તેને કચોરીની જેમ હળવેથી વાળી લો.
- 5
આ રીતે તમામ પેટ્ટીસ તૈયાર કરો. પેટ્ટીસની ઉપર ખૂબ જ ઓછું પાણી લગાવો અને તલ અને મરચાંના ફ્લેક્સ છાંટો
- 6
તળવા માટે એક કડાઈમાં તેલ ને ગરમ કરો. બધી પેટીસને ધીમીથી મધ્યમ આંચ પર તળી લો.
- 7
મીઠી અને તીખી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)