આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
Kuwait

#સુપરશેફ2
#ફ્લોર્સ
#લોટ
પ્રસ્તુત છે એક Heads turning dish એટલે કે સિઝલર!!! અહીં પ્રસ્તુત સિઝલર એક ડેઝર્ટ છે જેમાં આઈસ ક્રીમ અને બ્રોઉની બંને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. આઈસ ક્રીમ માં GMC, CMC પાઉડર નો ઉપયોગ નથી કર્યો જેને કારણે બજાર ના આઈસ ક્રીમ કરતાં સોફ્ટનેસ થોડી ઓછી હોઈ છે પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજ કાલ લોકો બહુ હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી આ ડીશ મેં પ્રસ્તુત કરી છે. સિઝલિંગ અવાજ ના કારણે તે એક આકર્ષણ નું કેન્દ્ર છે. બાળકો ને ચોકલેટ અને આઈસ ક્રીમ તો ખુબ જ ભાવતું હોઈ છે અને ઉપર થી જો સિઝલિંગ ઈફેક્ટ જોવા મળે તો સૌ ઘેલાં થઇ જાય અને આનંદમય થઇ ને ખાય.

આઈસક્રીમ બ્રોઉની સિઝલર (icecream brownie sizzler recipe in Gujarati)

#સુપરશેફ2
#ફ્લોર્સ
#લોટ
પ્રસ્તુત છે એક Heads turning dish એટલે કે સિઝલર!!! અહીં પ્રસ્તુત સિઝલર એક ડેઝર્ટ છે જેમાં આઈસ ક્રીમ અને બ્રોઉની બંને ઘઉં ના લોટ માંથી બનાવેલ છે. આઈસ ક્રીમ માં GMC, CMC પાઉડર નો ઉપયોગ નથી કર્યો જેને કારણે બજાર ના આઈસ ક્રીમ કરતાં સોફ્ટનેસ થોડી ઓછી હોઈ છે પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. આજ કાલ લોકો બહુ હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી આ ડીશ મેં પ્રસ્તુત કરી છે. સિઝલિંગ અવાજ ના કારણે તે એક આકર્ષણ નું કેન્દ્ર છે. બાળકો ને ચોકલેટ અને આઈસ ક્રીમ તો ખુબ જ ભાવતું હોઈ છે અને ઉપર થી જો સિઝલિંગ ઈફેક્ટ જોવા મળે તો સૌ ઘેલાં થઇ જાય અને આનંદમય થઇ ને ખાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ આઈસ્ક્રિમ માટે અને 1કલાક બ્રાઉની માટે
6-8 વ્યક્તિ
  1. આઈસ્ક્રિમ માટે:
  2. 1 કપઘઉં નો લોટ
  3. 1 લિટરદૂધ (એમાંથી 200 મીલી અલગ રાખવું)
  4. 1ટીન કન્ડેન્સ્ડ મિલ્ક (400 ગ્રામ આશરે)
  5. 100 ગ્રામમલાઈ અથવા ફ્રેશ ક્રીમ
  6. 1 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  7. 2 ટેબલસ્પૂનકોકો પાઉડર
  8. 1 ટીસ્પૂનચોકો ચિપ્સ
  9. 1તબલસ્પૂન ચોકલેટ ના ટુકડા
  10. 2 ટેબલસ્પૂનપીસતી પાઉડર
  11. લીલો ફૂડ કલર
  12. એગલેસ ઘઉં ના લોટ ની બ્રોઉની માટે:
  13. ડ્રાય ઘટકો -
  14. 1 કપઘઉં નો લોટ
  15. 1/2 કપકોકો પાઉડર
  16. 1/2 ટીસ્પૂનકોફી પાઉડર
  17. 1/2 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  18. 1/4 ટીસ્પૂનબેકિંગ સોડા
  19. ચપટીમીઠું
  20. વેટ ઘટકો-
  21. 1 ટીસ્પૂનવેનીલા એસેન્સ
  22. 3/4 કપદહીં
  23. 1 કપદળેલી ખાંડ
  24. 1/4 કપરિફાઇન્ડ તેલ
  25. 1/4 કપદૂધ
  26. સૂકા મેવા (બદામ, અખરોટ, કાજુ દરેક 1 ટેબલસ્પૂન)
  27. 1 ટેબલસ્પૂનચોકો ચિપ્સ
  28. 1 કિલોમીઠું (બકીંગ કરવા માટે)
  29. ચોકલેટ ગનાશ (ચોકલેટ સોસ) માટે:
  30. 1 ટેબલસ્પૂનબટર
  31. 100 ગ્રામચોકલેટ ના ટુકડાં
  32. 100મીલી ફ્રેશ ક્રીમ
  33. ગાર્નિશિંગ માટે:
  34. ચોકલેટ વોફલ્સ, વેફર બિસ્કિટ, જેમ્સ, મનગમતા ફળ, ચોકો સીરપ, સૂકા મેવા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ આઈસ્ક્રિમ માટે અને 1કલાક બ્રાઉની માટે
  1. 1

    આઈસ્ક્રામ બનાવા માટે એક પેણી માં ચારેલો ઘઉં નો લોટ 4-5 મિનિટ માટે ધીમા તાપે શેકી ને ઠંડો પાડો. હવે 200 મીલી દૂધ માં શેકેલો ઘઉંનો લોટ ઉમેરી વિસ્કર ની મદદ થી મિક્સ કરો.

  2. 2

    હવે એક પેણી માં 800 મીલી દૂધ લઇ તેને 40% બળી જાય ત્યાં સુધી ઉકાળો. હવે દૂધ ઘટ થાઈ એટલે એમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને ફ્રેશ ક્રીમ ઉમેરો અને 5-7 મિનિટ ઉકાળો. હવે ગેસ ધીમી આંચ પર કરી તેમાં ઘઉં ના લોટ નું મિશ્રણ ઉમેરતા જાઓ અને હલાવતાં જાઓ. (ગઠ્ઠા નઈ પડે એનું ધ્યાન રાખવું, પડી જાય તો બ્લેન્ડર ફેરવવું) પરપોટા થાઈ એટલે ગેસ બંધ કરી ઠંડુ પડવા દો. ઠંડુ પડ્યા પછી મિશ્રણ ઘટ્ટ થઇ જશે.

  3. 3

    હવે મિશ્રણ ને મીક્ષી ના જાર માં લઇ એમાં વેનીલા એસેન્સ નાખો અને 4-5 મિનિટ માટે બ્લેન્ડ કરો. હવે જાર માંથી 1/3 ભાગ એક એરટાઈટ ડબ્બા માં લઇ લો. બાકી ના મિશ્રણ માંથી 2 ભાગ કરી એક માં કોકો પાઉડર નાખો અને બીજા માં પીસતી પાઉડર અને 1-2 ટીપા લીલો ફૂડ કલર નાખી અલગ અલગ બ્લેન્ડ કરો અને એરટાઈટ ડબ્બા માં ભરી લો. ચોકલેટ વાળા મિશ્રણ માં ચોકો ચિપ્સ અને ચોકલેટ ના ટુકડા નાખો. ડબ્બા બંધ કરવા પેહલા એની ઉપર પ્લાસ્ટિક ફિલ્મ રૅપ કરો અને ફ્રીઝર માં 8 કલાક માટે મૂકી દો. (તમે એક અથવા વધારે મનગમતા ફ્લેવર બનાવી શકો છો)

  4. 4

    એક મોટી પેણી માં 1 કિલો મીઠું નાખી ઉપર સ્ટેન્ડ મૂકી 10 મિનિટ માટે ગેસ પર મધ્યમ તાપે પ્રી હીટ કરવા મૂકી દો. હવે બ્રોઉની બનાવા નું શરુ કરો.

  5. 5

    બ્રોઉની બનાવા માટે એક ચારણી માં ઉપર જણાવેલ બધાં ડ્રાય ઘટકો લઇ ને 1-2 વાર ચાળી લો અને મિક્સ કરી લો. હવે બીજાં બોઉલ માં ઉપર જણાવેલ બધાં વેટ ઘટકો લઇ વિસ્કર ની મદદ થી બરાબર ભળી જાય ત્યાં સુધી મિક્સ કરો. હવે એની અંદર ડ્રાય ઘટકો નું મિશ્રણ ઉમેરો અને વિસ્કર થી મિક્સ કરો. હવે એક વાટકી માં એક ચમચી ઘઉં નો લોટ લઇ એમાં સમારેલા સૂકા મેવા મિક્સ કરો અને બ્રોઉની ના મિશ્રણ માં નાખી મિક્સ કરો (જેથી સૂકા મેવા તળિયે બેસી ના જાય).

  6. 6

    હવે ગ્રીઝ કરેલા મોલ્ડ માં બટર પેપર મૂકી ને બ્રોઉની ના મિશ્રણ ને રેડી દો અને 4-5 વાર હલકું ટેપ કરો. ઉપર સૂકા મેવા અને ચોકો ચિપ્સ થી ગાર્નિશ કરો. આ મોલ્ડ ને પ્રી હીટ કરેલાં મીઠાવાળા પેન માં મૂકી દો. પેન ને ઢાંકી ને 40-45 મિનિટ બેક કરો. ટૂથપિક થી ચેક કરો. ક્લીન આવે તો બ્રોઉની તૈયાર છે. મોલ્ડ ને પેન માંથી કાઢી ઠંડુ થવા દો. પછી અનમોલ્ડ કરો.

  7. 7

    ચોકલેટ ગનાશ બનાવા માટે એક તપેલી માં થોડું પાણી ગરમ કરો. ઉપર એક બોઉલ મૂકી એમાં ચોકલેટ ના ટુકડાં, બટર અને ક્રીમ નાખો અને પીગળવા દો. પીગળે એટલે બરાબર મિક્સ કરો અને ગેસ બંધ કરી દો. આને ડબલ બોઈલર મેથડ કહેવાય છે. ચોકલેટ ગનાશ / સોસ તૈયાર છે. એમાં ફ્રૂઈટ્સ દીપ કરી ને ચોકલેટ કોટિંગ કરી ફ્રીઝર માં સેટ કર્યા પછી ગાર્નિશિંગ માં ઉપયોગ કરી શકાય.

  8. 8

    હવે સિઝલર પ્લેટ ને ગેસ પર 10 મિનિટ ગરમ કરી ને લાકડા na સ્ટેન્ડ પર બટર લગાવી ને સિઝલર પ્લેટ ને એની ઉપર મૂકી દો. હવે થોડી બ્રોઉની ને ચૂરો કરી પ્લેટ પર મૂકો. એની ઉપર બ્રોઉની ના કટકાં, આઈસ ક્રીમ, સૂકા મેવા, ફળો, ચોકલેટ, વોફલ્સ વગેરે થી ગાર્નિશ કરો અને ઉપર ચોકલેટ ગનાશ રેડો. ગનાશ સિઝલિંગ પ્લેટ પર પડવા થી સિઝલિંગ ઇફેક્ટ થશે. ગાર્નિશિંગ ખુબ જ ઝડપ થી કરવું નહીંતર પ્લેટ ઠંડી થઇ જશે અને સિઝલિંગ ઈફેક્ટ નહિ આવે.

  9. 9

    તૈયાર છે ઘઉં ના લોટ માંથી બનેલું ઠંડુ ગરમ ટેમ્પટિંગ આઈસ ક્રીમ બ્રોઉની સિઝલર !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaibhavi Boghawala
પર
Kuwait
Cooking is my passion ❤️ I love to explore new food dishes & places too ... always ready to try new recipes 💃💃
વધુ વાંચો

Similar Recipes