ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)

Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26

#AsahiKaseiIndia
*Baking recipe*
અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે.

ચોકો ડોનટ (Choco Donut Recipe in Gujarati)

#AsahiKaseiIndia
*Baking recipe*
અગાઉ મેં નમકીન ઈન્સ્ટન્ટ રવા ડોનટ બનાવેલા તે પરથી મને વિચાર આવ્યો કે કંઈક આજ રીતે સ્વીટ ચોકલેટી હોય તો બાળકોને ગમે. બાળકોને શેપવાળી વસ્તુઓ વધારે પસંદ હોય છે, વડી Lotte Chocolate pie બાળકોના ફેવરીટ હોય છે. તો આ રીતે ઘરે જ આ ચોકલેટી ડોનટ બનાવી સરપ્રાઈઝ આપ્યું.આ ચોકો ડોનટ મેં મેંદામાંથી બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ● ડોનટ બનાવવા માટે :
  2. 2 કપમેંદો
  3. 1/2 કપહુંફાળું દૂધ
  4. 1મોટી ચમચી. પાઉડર ખાંડ
  5. 1મોટી ચમચી. ડ્રાય યીસ્ટ
  6. 1/4ચમચી. બેકિંગ પાઉડર
  7. 2મોટી ચમચી.બટર
  8. ચપટીમીઠું
  9. જરૂરિયાત મુજબ પાણી
  10. તળવા માટે તેલ
  11. ● ચોકલેટ ગ્લેઝ બનાવવા માટે :
  12. 1 કપદળેલ ખાંડ
  13. 1/4 કપકોકો પાઉડર
  14. 1ચમચી.વેનીલા એસેન્સ
  15. 3 ચમચીદૂધ
  16. ●સજાવટ માટે :
  17. કલરિંગ બોલ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ●ડોનટ બનાવવા માટે: સૌપ્રથમ એક બાઉલમાં દૂધ લઇ, તેમાં ખાંડ તેમજ યીસ્ટ ઉમેરો. યીસ્ટ એક્ટિવ થાય એટલે હલાવી લો.2 મિનિટ બાદ તેમાં મેંદો, બેકિંગ પાઉડર, બટર તેમજ મીઠું ઉમેરી લોટ બાંધો, જરૂર પડે તો પાણી ઉમેરો. લોટને 5 મિનિટ સુધી મસળો. ત્યારબાદ તેલવાળો હાથ કરી તૈયાર થયેલા લોટને એર ટાઈટ કન્ટેનરમાં એક કલાક મૂકી રાખો. રેસ્ટ પછી બંધેલો લોટ ડબલ થઈ જશે. ફરી તેને 4-5 મિનિટ મસળો.

  2. 2

    મોટા લુઆ લઈ કોરા મેંદાના લોટમાં રગદોળી જાડો રોટલો વણો.આ રોટલાને વાટકી વડે ગોળ શેપમાં કટ કરો, હવે તેમાં નાની બોટલના ઢાંકણ વડે ફરીથી અંદરની તરફ હૉલ જેવું કટ કરો, ડોનટનો શેપ તૈયાર છે. દરેક ડોનટ પર બ્રશ વડે ઓઇલ લગાડી 1 કલાક રેસ્ટ આપો.હવે 1 કડાઈમાં તેલ ગરમ મૂકી ડોનટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડીપ ફ્રાય કરો અથવા માઈક્રોવેવમાં 180° પર 15 મિનિટ માટે બેક કરો.તો તૈયાર છે ડોનટ.

  3. 3

    ● ચોકલેટ ગ્લેઝ બનાવવા માટે : 1 બાઉલમાં પાઉડર ખાંડ, કોકો પાઉડર તેમજ વેનીલા એસેન્સ અને દૂધ ઉમેરી આ બધું બરાબર મિક્ષ કરો. 2-3 હલાવ્યા બાદ એકદમ સ્મૂથ ગ્લેઝ તૈયાર થશે.તૈયાર થયેલા ગ્લેઝમાં ડોનટને એક બાજુ ડીપ કરી સર્વિંગ પ્લેત મુકો.

  4. 4

    ત્યારબાદ તેના પર કલરિંગ બોલ્સ વડે સજાવો તો તૈયાર છે બેકરી જેવા જ ચોકો ડોનટ્સ.જે બાળકોને બહુ જ પસંદ પડશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kashmira Bhuva
Kashmira Bhuva @Kashmira_26
પર
👉 Subscribe my youtube channel for more recipes - K's Kitchen👩‍🍳Home chef👩‍🍳Home baker
વધુ વાંચો

ટિપ્પણીઓ (9)

Similar Recipes