બાજરાની પેટીસ

Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
Bangalore

#superchef2
#week2
Flour used : bajra / pearl millet
આપણને બધાને રોટલા ખૂબ જ ભાવે છે અને શિયાળાની ઋતુમાં આપણા ઘરમાં બાજરો ખુટતો જ નથી 😄 પરંતુ શું તમે ચોમાસાની ઋતુમાં ક્યારેય આ બાજરાની પેટીસ બનાવી છે? બહાર મસ્ત વરસાદ પડ્તો હોય અને સાથે આ ગરમ ગરમ‌ પેટીસ મળી જાય તો આપણને મજા જ મજા. આ પેટીસ ને જુદી જુદી રીતે બનાવી અને ખાઈ શકાય છે. મેં અહીંયા તળી ને બનાવી છે અને ચટણી સાથે સર્વ કરી છે. આની જ દહીં પેટીસ પણ બનાવી શકાય છે. અને જો તમે હેલ્થ કોનસિયનસ હોવ તો તમે તેને ચૂલામાં શેકી ને બાફલાની જેમ પણ ખાઈ શકો છો.

બાજરાની પેટીસ

2 કમેન્ટ્સ કરેલ છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
5-6 સર્વિંગ્સ
  1. સ્ટફિંગ માટે
  2. 250ગ્રામ બટાકા - બાફેલા અને મેશ કરેલા
  3. 1મોટી ચમચી આદુ મરચાની પેસ્ટ
  4. ૧/૨ ચમચી સંચળ
  5. ૧/૨ ચમચી શેકેલો જીરું પાઉડર
  6. ૧/૨ ચમચી ચેટ મસાલો
  7. ૧/૨ ચમચી મરચાનો પાઉડર
  8. ૧ મોટી ચમચી તાજા ફુદીનાના પાન
  9. ૧ મોટી ચમચી કોથમીર
  10. બહાર ના પડ માટે
  11. ૧ મોટો બાઉલ બાજરીનો લોટ
  12. સ્વાદ પ્રમાણે મીઠું
  13. લોટને ગૂંથી લેવા માટે પાણી
  14. ૧ નાની ચમચી તલ
  15. ૧/૨ નાની ચમચી મરચાંના ફ્લેક્સ
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ આપણે બાજરીનો લોટ મીઠું અને પાણી મિક્સ કરીને લોટને ગૂંથીશું. લોટને મધ્યમ નરમ રાખો. આરામ કરવા માટે લોટને 1/2 કલાક ઢાંકી દો

  2. 2

    હવે આપણે બટાકાનું સ્ટફિંગ તૈયાર કરીશું. એક બાઉલમાં બાફેલા અને મેશ કરેલા બટાકા લો. તેમાં અન્ય તમામ સામગ્રી ઉમેરો અને બરાબર મિક્સ કરો.

  3. 3

    હવે બાજરીના લોટમાંથી પરાઠાની સાઈઝનો લુઓ લઈને હાથથી થેપીને નાની પૂરી બનાવો.

  4. 4

    હવે બટાકાનું થોડું મિશ્રણ લો અને બાજરીની પુરીમાં રાખો અને તેને કચોરીની જેમ હળવેથી વાળી લો.

  5. 5

    આ રીતે તમામ પેટ્ટીસ તૈયાર કરો. પેટ્ટીસની ઉપર ખૂબ જ ઓછું પાણી લગાવો અને તલ અને મરચાંના ફ્લેક્સ છાંટો

  6. 6

    તળવા માટે એક કડાઈમાં તેલ ને ગરમ કરો. બધી પેટીસને ધીમીથી મધ્યમ આંચ પર તળી લો.

  7. 7

    મીઠી અને તીખી ચટણી સાથે ગરમાગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vaishali Rathod
Vaishali Rathod @cook_22947646
પર
Bangalore
I am a fashion designer by profession but having a passion to cook yummilicious dishes
વધુ વાંચો

Similar Recipes