બટાકા ડુંગળી ના દાબડા (bataka dungri na dabda recipe in Gujarati)

# સુપરશેફ 3
મોનસુન શરૂ થાય એટલે ગુજરાતી ઓને સૌથી પહેલા ભજીયા યાદ આવે. આજે મે આપડી જુની અને ફેવરિટ ડીશ દાબડા ને થોડો ટવીસ્ટ આપ્યો છે.
બટાકા ડુંગળી ના દાબડા (bataka dungri na dabda recipe in Gujarati)
# સુપરશેફ 3
મોનસુન શરૂ થાય એટલે ગુજરાતી ઓને સૌથી પહેલા ભજીયા યાદ આવે. આજે મે આપડી જુની અને ફેવરિટ ડીશ દાબડા ને થોડો ટવીસ્ટ આપ્યો છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બટાકા ના પીતા કરી લો. પીતા હાથ થી ચપપા વડે કરશો તો વધુ સારું રહે છે. પછી તેને પાણી થી ધોઈ ગરમ પાણી મા ૧-૨ ઉભરા આવે ત્યા સુધી બાફી લો અને તેને તે જ પાણી મા થોડી વાર ઢાંકી રાખો અને પછી કાઢી લો આમ કરવાથી બટાકા સરસ સોફટ થઈ જશે
- 2
હવે ૧૦-૧૫ કળીઓ લસણ અને ૧/૩ કપ લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરી વાટી લસણની ચટણી તૈયાર કરો. અને ડુંગળી ની સલાઈઝ કરો
- 3
હવે બેસન મા મીઠું, સામાન્ય લાલ મરચું પાઉડર ઉમેરી ભજીયા નુ ખીરું તૈયાર કરો. જરૂર જેટલી લસણની ચટણી મા પાણી રેડી ધટ પેસ્ટ બનાવી લો. હવે એક સલાઈઝ ડુંગળી ની ઉપર તમારા ટેસ્ટ પ્રમાણે લસણની ચટણી નુ લેયર કરી ઉપર બટાકા ની સલાઈઝ મુકો. તમે બન્ને બટાકા ની અથવા ડુંગળી ની સલાઈઝ લઈ શકો છો. પછી બેટર મા ચપટી બેકિંગ સોડા ઉમેરી સલાઈઝ ડીપ કરી તળી લો.
- 4
કઢી માટે ૧/૪ કપ મોરા દહીંમાં ૧/૨ કપ બેસન ઉમેરી જરૂર મુજબ પાણી એડ કરો તમારે કઢી જેટલી ધટ રાખવી હોય તે પ્રમાણે પછી કડાઈ મા તેલ લઈ રાઈ અને ૩-૪ લીલા મરચા ના ટુકડા અને મીઠો લીમડો ઉમેરી મિસરણ રેડી મીઠું અને મોરસ ૩-૪ ચમચી ઉમેરી ધટ કરી લો.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (5)