દૂધીનો ઓળો (Dudhi no olo recipe in Gujarati)

નીલમ પટેલ (Neelam Patel) @cook_20723
દૂધીનો ઓળો (Dudhi no olo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધી ને છાલ ઉતારી, પાણીમાં મીઠું નાખી બાફી ને ક઼શ કરી બાજુએ રાખો.
- 2
કઢાઇ માં તેલ ગરમ કરો. તેમા જીરૂ, રાઈ નો વઘાર કરો. તેમા હીંગ, સૂકૂ લાલ મરચુ, લીમડી, લીલુ મરચુ ઝીણું કાપીને, ડુંગળી ઉમેરી બરાબર હલાવવું. ડુંગળી થોડો બા઼ઉન રંગ થાય એટલે ટામેટા નાખી ધીમા તાપે ચઢવા દેવુ.
- 3
ટામેટા સહેજ ઓગળે પછી મીઠું, લસણ- મરચા ની ચટણી, લાલ મરચુ, ગરમ મસાલો, ઉમેરી સાંતળવુ, પછી બાફી ને ક઼શ કરેલી દૂધી ઉમેરી મીડીયમ તાપે ચઢવા દેવૂ. ચઢી જાય ત્યારે સવિઁગ ડીસ માં કાઢી લીલા ધાણા થી ગાનિઁશ કરી પીરસવુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13281852




ટિપ્પણીઓ (5)