મસાલા ઢોંસા & સાંભાર-ચટણી😋(dosa recipe in gujarati)

મસાલા ઢોંસા & સાંભાર-ચટણી😋(dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઢોસાનુ ખીરુ લઈને તૈયાર કરવું. ત્યારબાદ બટેટા બે-ત્રણ સીટી કરવી. બાફીને મેશ કરી લેવા.
- 2
ટામેટાં અને મરચા ઝીણા સમારવા, આદુ છીણી લેવું, કોથમીર સમારી લેવી પછી તેલ ગરમ કરી તેમાં આખું જીરૂ અને હિંગ મૂકી વઘારમાં ટામેટાં આદુ મરચાનો વઘાર કરવો.
- 3
તેમાં લાલ કાશ્મીરી મરચું, હળદર ધાણાજીરુ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી તેમાં બટેટા બાફેલા બટેટા નાખવા પછી તેમાં લીંબુ નાખી સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરવો.
- 4
હવે પેનમાં ખીરું પાથરવું પછી તેમાં મસાલાવાળુ પુરણ ભરવું આ રીતે મસાલા ઢોસા તૈયાર કરવા.
- 5
સૌપ્રથમ દાળને એક કલાક સુધી પલાળવી પછી તેમાં દુધી, બટેટા સાથે જ બાફી લેવી. જેથી દાળ સાથે જ સરસ બફાઈ જાય.
- 6
દાળમાં હળદર અને નમક તેમજ ટમેટુ, આદું, કોથમીર, લીંબુ નાંખવું અને દાળને વઘાર આપવો તેલમાં આખું જીરું અને રાઈ નાખી અને હિંગથી વઘાર કરવો. આ રીતે સાંભાર તૈયાર કરવો.
- 7
સૌપ્રથમ નારિયેળ ઝીણું છીણેલું લેવું પછી તેમાં દહીં અને સ્વાદ મુજબ ખાંડ નાખવીને મીક્સ કરી લેવું.
- 8
ત્યારબાદ બે ચમચી તેલ ગરમ કરો તેમાં રાઈ અને આખું જીરૂ સાંતળવું પછી તૈયાર કરેલ નાળિયેરની ચટણીમાં ઉપર વઘાર કરવો તો તૈયાર છે આપણી નાળિયેરની ચટણી.
- 9
નારિયેળ ચટણી સાથે ગરમાગરમ સાંભાર અને ઢોંસા સર્વ કરો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes





























ટિપ્પણીઓ (2)