મસાલા ઢોંસા & સાંભાર-ચટણી😋(dosa recipe in gujarati)

Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

60 મિનિટ
4 થી 5 વ્યક્તિ
  1. ઢોંસા ખીરું 2 પેકેટ
  2. 👉મસાલા માટે સામગ્રી.
  3. બટેટા 500 ગ્રા મ
  4. 3 નંગમરચાં
  5. કોથમીર 1/2ઝુડી
  6. 1 ટુકડોઆદું
  7. 3 નંગટમેટાં
  8. 👉મસાલા ના વઘાર માટે.
  9. 2-3 ચમચીતેલ
  10. 1 ચમચીઆખું જીરૂ
  11. 1/2ચમચી હિંગ
  12. 1 ચમચીલાલ કાશ્મીરી મરચું
  13. 1/2ચમચી હળદર
  14. 1 ચમચીધાણાજીરૂં
  15. નમક સ્વાદ મુજબ
  16. 1 નંગલીંબુ
  17. 👉સાંભાર માટે
  18. 1 વાટકીતુવેરદાળ
  19. 1 નંગદુધી
  20. 1 નંગબટેટા
  21. 1 નંગટમેટાં
  22. કોથમીર 1/2ઝુડી
  23. 1 ટુકડોઆદું
  24. 1 ચમચીરાઇ
  25. 1 ચમચીઆખુજીરું
  26. ચમચીહિંગ અડધી
  27. 1 ચમચીહળદર
  28. 1 ચમચીલાલ મરચું પાઉડર
  29. 1 નંગલીંબુ
  30. નમક સ્વાદ મુજબ
  31. 👉નારિયેળ ચટણી માટે
  32. 100 ગ્રામનારિયેળ ખમણ
  33. 100 ગ્રામદહીં
  34. ખાંડ 2 ચમચી કે સ્વાદમુજબ લેવી
  35. 2-3 ચમચીતેલ
  36. 1 ચમચીરાઇ
  37. 1 ચમચીઆખુ જીરું

રાંધવાની સૂચનાઓ

60 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઢોસાનુ ખીરુ લઈને તૈયાર કરવું. ત્યારબાદ બટેટા બે-ત્રણ સીટી કરવી. બાફીને મેશ કરી લેવા.

  2. 2

    ટામેટાં અને મરચા ઝીણા સમારવા, આદુ છીણી લેવું, કોથમીર સમારી લેવી પછી તેલ ગરમ કરી તેમાં આખું જીરૂ અને હિંગ મૂકી વઘારમાં ટામેટાં આદુ મરચાનો વઘાર કરવો.

  3. 3

    તેમાં લાલ કાશ્મીરી મરચું, હળદર ધાણાજીરુ અને સ્વાદ અનુસાર નમક ઉમેરી તેમાં બટેટા બાફેલા બટેટા નાખવા પછી તેમાં લીંબુ નાખી સ્વાદિષ્ટ મસાલો તૈયાર કરવો.

  4. 4

    હવે પેનમાં ખીરું પાથરવું પછી તેમાં મસાલાવાળુ પુરણ ભરવું આ રીતે મસાલા ઢોસા તૈયાર કરવા.

  5. 5

    સૌપ્રથમ દાળને એક કલાક સુધી પલાળવી પછી તેમાં દુધી, બટેટા સાથે જ બાફી લેવી. જેથી દાળ સાથે જ સરસ બફાઈ જાય.

  6. 6

    દાળમાં હળદર અને નમક તેમજ ટમેટુ, આદું, કોથમીર, લીંબુ નાંખવું અને દાળને વઘાર આપવો તેલમાં આખું જીરું અને રાઈ નાખી અને હિંગથી વઘાર કરવો. આ રીતે સાંભાર તૈયાર કરવો.

  7. 7

    સૌપ્રથમ નારિયેળ ઝીણું છીણેલું લેવું પછી તેમાં દહીં અને સ્વાદ મુજબ ખાંડ નાખવીને મીક્સ કરી લેવું.

  8. 8

    ત્યારબાદ બે ચમચી તેલ ગરમ કરો તેમાં રાઈ અને આખું જીરૂ સાંતળવું પછી તૈયાર કરેલ નાળિયેરની ચટણીમાં ઉપર વઘાર કરવો તો તૈયાર છે આપણી નાળિયેરની ચટણી.

  9. 9

    નારિયેળ ચટણી સાથે ગરમાગરમ સાંભાર અને ઢોંસા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jignasa Purohit Bhatt
Jignasa Purohit Bhatt @cook_21975543
પર

Similar Recipes