વઘારેલ ખીચડી(Vagharel khichdi in gujarati recipe)

KALPA
KALPA @Kalpa2001
શેર કરો

ઘટકો

  1. 1/2 વાટકીચોખા
  2. 1/2 વાટકીતુવેરદાલ
  3. 1 ચમચીતેલ
  4. 1 ચમચીઘી
  5. નાનો ટુકડોતજ, 3 થી 4 લવિંગ,1 સૂકું લાલ મરચું
  6. 1 ચમચીરાઈ જીરું
  7. 4-5લીમડાના પાન
  8. ચપટીહિંગ
  9. મીઠું સ્વાદનુસર
  10. 1 ચમચીમરચું
  11. 1/4 ચમચીહળદર
  12. 1/4ચમચીગરમ મસાલો
  13. 3ગણું પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા અને તુવેરદાલ ને અલગ અલગ 1 કલાક પલળી રાખો..

  2. 2

    હવે એક કૂકર માં તેલ ઘી ગરમ કરો...ગરમ થાય એટલે રાઈ જીરું ઉમેરી લીમડાના પાન નાખી હિંગ અને તજ, લવિંગ સૂકું લાલ મરચું ઉમેરો... હવે તેમાં પાણી નાખી થોડી વાર ઉકાળો..

  3. 3

    પાણી ઉકળે એટલે તેમાં પેલા તુવેરદાલ ઉમેરી થોડી વાર ઉકાળો.હવે તેમાં ચોખા ઉમેરી બધા મસાલા કરી કૂકર બન્ધ કરી 2 સિટી વગાડી લો..પછી 10 મિનિટ ધીમા તાપ પર રાખો..

  4. 4

    10 મિનિટ પછી ગેસ બન્ધ કરી કૂકર ઠંડુ થવા દો.ખીચડી ને દહીં અને પાપડ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

Similar Recipes