મસાલા ઢોસા(masala dosa recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી માં પાણી થી ધોયલા ચોખા અને અળદની દાળ લો અને તેમાં મેથી નાખી તેમાં પાણી નાખી ૬-૭ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ તેને મિક્સરના કપમાં મિશ્રણ લઈ તેમાં પાણી ઉમેરીને પીસી લો ત્યારબાદ તેને પીસી ને તપેલી માં લઇ તેને ૨-૩ કલાક રાખી જેથી આથો આવી જાય.અને બનાવતી વખતે તેમાં મીઠું અને થોડું પાણી ઉમેરીને તેને હલાવી લો.
- 2
મસાલો માટે બાફેલા બટાકા ને છુંદી લો ત્યારબાદ અવે એક પેણીમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું અને મીઠો લીમડો નાખી તતડે એટલે તેમાં હિંગ નાખી તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને તેને સાંતળો અને તેલ છૂટું પડે એટલે તેમાં હળદર, આદું મરચાં ની પેસ્ટ, ગરમ મસાલો અને મીઠું નાખી તેને ચઢવા દો ત્યારબાદ તેમાં છુંદેલ બટાકા નાખી બરાબર હલાવી લો ત્યારબાદ ઉપર થી કોથમીર નાખી.
- 3
અવે ઢોસા તવા પર વાટકી કે કપ થી ખીરું પાથરી તેના પર તેલ લગાવી તેને આછું લાલ થાય ત્યાં સુધી થવા દો ત્યારબાદ ઢોસા ને પ્લેટ માં લઇ તેને મસાલા, સાંભાર (સાંભાર ની વીધી ઈડલી સાંભાર માં જોઇ શકશો)અને કોપરાની ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes




ટિપ્પણીઓ