કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ
કુકર માં ખીર(Kheer Recipe In Gujarati)
આજે ખીર પૂરી ની ઇચ્છા થઇ.કૂકર મા ફક્ત અડધા કલાક મા ખીર તૈયાર થઈ છે.#ફટાફટ
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 10 મિનિટ સુધી પાણી મા પલાળી રાખી લો. 10 મિનિટ પછી પાણી કાઢી લો.
- 2
એક કૂકર મા થોડું ઘી મૂકી દો. એમાં 1/2 દૂધ ઊમેરો હલાવી દો. એમાં ચોખા ઊમેરો હલાવી દો. કૂકર ની 2 સીટી કરી લો.
- 3
કૂકર ઠંડું થાય પછી ઢાંકણ ખોલી બાકી નુ 1/2 દૂધ ઊમેરો. એમાં ખાંડ, ઇલાયચી પાઉડર, કાજુ ના ટુકડા, બદામ ની કતરણ,પીસ્તા ની કતરણ અને કેસર વાળુ દૂધ ઊમેરો હલાવી દો. ગેસ મિડિયમ રાખવો.
- 4
5 મિનિટ સુધી હલાવી દો. તૈયાર છે...ખીર...ગરમાગરમ પૂરી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13565478











ટિપ્પણીઓ (13)