આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)

આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બટાકા સ્મેશ કરી લો. ધાણા, ફુદીનો, આદું, લીલા મરચાં અને બાકીના જે બીજા બધા મસાલા અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. અજમો હાથેથી મસળીને નાખવો.
- 2
કાપેલા કાંદા નાખી ફરીથી મિક્સ કરી લો. કાંદા એકદમ છેલ્લે જ નાખવા. બટાકા નું સ્ટફિંગ તૈયાર છે.
- 3
પરાઠા ના લોટ બાંધવા માટેની રીત: એક બાઉલમાં લોટ લઇ હાથથી મસળી ને અજમો નાખવો, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો અને ધીમે ધીમે પાણી રેડી નરમ લોટ તૈયાર કરી લો. લોટ નો લુવો બનાવી ઉપર હાથ માં થોડું તેલ લઇ લગાવી દો. એક ભીનો નો રૂમાલ અથવા તો એક વાટકો ઉપર ઢાંકી દો. લોટ બિલકુલ કઠણ ના થવો જોઈએ. 30 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવો.
- 4
પરાઠા બનાવતા પહેલા લોટને ફરીવાર મસળી લેવો.
- 5
પરાઠા બનાવવાની રીત:. રેગ્યુલર રોટલી કરતા મોટો લુવો લઇ આખરીયા ઉપર ચોખાનો લોટ પાટલી ની સાઈઝ જેટલી રોટલી વણી લેવી. મીડીયમ પાતળી રાખવી.
- 6
વણેલી રોટલી ઉપર પતલા લેયર નું બટાકા નું સ્ટફિંગ મૂકી દેવું. થોડો ઘી વાળો હાથ કરીને સ્ટફિંગ ને સ્પ્રેડ કરતા જવું. ત્યાર પછી એક સાઇડથી પરોઠાને ફોલ્ડ કરતાં જવું. ફોટા માં બતાવ્યા મુજબ કરવું. આખો ફ્લેટ રોલ જેવો વરી જાય એટલે ઉપરની સરફેસ ઉપર ઘી લગાવી દેવું.
- 7
એ ફ્લેટ રોલ ને એક સાઇડથી ફરીથી રાઉન્ડ પીંડુ જેવું વાળવું. ફોટામાં બતાવ્યું છે એ મુજબ વાળવું. વાળી દીધા પછી ઉપરથી હથેળી એ કરીને પહોળું કરવું અને ધીમે ધીમે હાથથી જ પરોઠા ને મોટો કરતાં જવું. હાથેથી નહીં ફાવે તો વેલણની મદદથી ધીમે ધીમે મોટો કરવો. ચોખાનો લોટ બે-ત્રણ ચપટી લઈ શકો છો.
- 8
એક તાવી મીડીયમ તાપે ગરમ કરવી. (તાવી કોરી જ રાખવી, હમણાં ઘી મુકવા નું નથી) વણાઈ ગયેલો પરોઠો તાવી ઉપર મૂકી દેવો. નીચેની સાઈડ શેકાઈ જાય એટલે પલટાવીને બીજી સાઈડ શેકી લેવી. બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે પરાઠાની ઉપરની સાઈડ એ ઘી લગાવવું, અને પલટાવી નાખવો, ફરીથી ઉપરની સાઈડ લગાવી બરાબર શેકી લેવો. મીડીયમ ક્રિસ્પી રાખવો.
- 9
બંને હાથોથી પરાઠાને ભેગો કરી લો. આલુ લચ્છા પરાઠા તૈયાર છે. આલુ લચ્છા પરાઠા ની ઉપર બટર મૂકી જીરા દહીં અથવા સાથે સર્વ કરો. (દહીંની ઉપર જીરૂં પાઉડર ભભરાવી દેવું)
- 10
Keywords
Similar Recipes
More Recipes




















ટિપ્પણીઓ (4)