આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)

Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
Navsari, Gujarat

#GA4
#Week1
#Paratha
#પોસ્ટ2

પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.
Golden Apron 4‌ ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે.

આલુ લચ્છા પરાઠા અને જીરા દહીં (Aloo Lachha Paratha & Jeera Curd Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week1
#Paratha
#પોસ્ટ2

પરાઠા ઘણી જ અલગ અલગ રીતે બને છે. પરાઠા નું નામ આવે એટલે મોમાં પાણી આવે છે.
Golden Apron 4‌ ના વિક ૧ ના પઝલ માં પોટેટો, પરાઠા કીવડૅ નો ઉપયોગ કરી મેં આલુ લચ્છા પરાઠા બનાવ્યા છે અને જીરા દહીં સાથે સર્વ કર્યા છે. આશા રાખું છું કે બધાને ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
  1. ૫-૬ નંગ બાફેલા બટાકા
  2. ૨ મોટી ચમચીઝીણા સમારેલાં ધાણા
  3. ૨ મોટી ચમચીકાપેલો ફુદીનો
  4. ૧ મોટી ચમચીકાપેલું આદું
  5. ૧-૨ નંગ કાપેલું લીલું મરચું
  6. ૧ ચમચી ધાણાજીરૂ
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. ૧ નાની ચમચીઆમચૂર પાઉડર
  9. ૧ નાની ચમચીહાથમાં મસળેલો અજમો
  10. ૧/૨ ચમચી પાદરા સંચોરો
  11. ૧ નાની ચમચીદળેલું જીરૂં
  12. સ્વાદ અનુસારમીઠું
  13. ૧/૪ કપઝીણા સમારેલાં કાંદા
  14. પરાઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી:
  15. ૨ કપઘઉંનો લોટ
  16. ૧ નાની ચમચીઅજમો
  17. સ્વાદ અનુસારમીઠું
  18. જરૂર મુજબ લોટ બાંધવા માટે પાણી
  19. સર્વિંગ માટે:
  20. દળેલું જીરૂ
  21. મોળું દહીં

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    એક બાઉલમાં બટાકા સ્મેશ કરી લો. ધાણા, ફુદીનો,‌ આદું, લીલા મરચાં અને બાકીના જે બીજા બધા મસાલા અને મીઠું નાખી બરાબર મિક્સ કરી લો. અજમો હાથેથી મસળીને નાખવો.

  2. 2

    કાપેલા કાંદા નાખી ફરીથી મિક્સ કરી લો. કાંદા એકદમ છેલ્લે જ નાખવા. બટાકા નું સ્ટફિંગ‌ તૈયાર છે.

  3. 3

    પરાઠા ના લોટ બાંધવા માટેની રીત: એક બાઉલમાં લોટ લઇ હાથથી મસળી ને અજમો નાખવો, મીઠું નાખી બરાબર મિક્સ કરી લો અને ધીમે ધીમે પાણી રેડી નરમ લોટ તૈયાર કરી લો. લોટ નો લુવો બનાવી ઉપર હાથ માં થોડું તેલ લઇ લગાવી દો. એક‌ ભીનો નો રૂમાલ અથવા તો એક‌ વાટકો ઉપર ઢાંકી દો. લોટ બિલકુલ કઠણ ના થવો જોઈએ. 30 મિનિટ માટે ઢાંકીને મૂકી રાખવો.

  4. 4

    પરાઠા બનાવતા પહેલા લોટને ફરીવાર મસળી લેવો.

  5. 5

    પરાઠા બનાવવાની રીત:. રેગ્યુલર રોટલી કરતા મોટો લુવો લઇ આખરીયા ઉપર ચોખાનો લોટ પાટલી ની સાઈઝ જેટલી રોટલી વણી લેવી. મીડીયમ પાતળી રાખવી.

  6. 6

    વણેલી રોટલી ઉપર પતલા લેયર નું બટાકા નું સ્ટફિંગ મૂકી દેવું. થોડો ઘી વાળો હાથ કરીને સ્ટફિંગ ને સ્પ્રેડ કરતા જવું. ત્યાર પછી એક સાઇડથી પરોઠાને ફોલ્ડ કરતાં જવું. ફોટા માં બતાવ્યા મુજબ કરવું. આખો ફ્લેટ રોલ જેવો વરી જાય એટલે ઉપરની સરફેસ ઉપર ઘી લગાવી દેવું.

  7. 7

    એ ફ્લેટ રોલ ને એક સાઇડથી ફરીથી રાઉન્ડ પીંડુ જેવું વાળવું. ફોટામાં બતાવ્યું છે એ મુજબ વાળવું. વાળી દીધા પછી ઉપરથી હથેળી એ કરીને પહોળું કરવું અને ધીમે ધીમે હાથથી જ પરોઠા ને મોટો કરતાં જવું. હાથેથી નહીં ફાવે તો વેલણની મદદથી ધીમે ધીમે મોટો‌ કરવો. ચોખાનો લોટ બે-ત્રણ ચપટી લઈ શકો છો.

  8. 8

    એક તાવી મીડીયમ તાપે ગરમ કરવી‌. (તાવી કોરી જ રાખવી, હમણાં ઘી મુકવા નું નથી) વણાઈ ગયેલો પરોઠો તાવી ઉપર મૂકી દેવો. નીચેની સાઈડ શેકાઈ જાય એટલે પલટાવીને બીજી સાઈડ શેકી લેવી. બંને બાજુ સરસ શેકાઈ જાય એટલે પરાઠાની ઉપરની સાઈડ એ ઘી લગાવવું, અને પલટાવી નાખવો, ફરીથી ઉપરની સાઈડ લગાવી બરાબર શેકી લેવો. મીડીયમ ક્રિસ્પી રાખવો.

  9. 9

    બંને હાથોથી પરાઠાને ભેગો કરી લો. આલુ લચ્છા પરાઠા તૈયાર છે. આલુ લચ્છા પરાઠા ની ઉપર બટર મૂકી જીરા દહીં અથવા સાથે સર્વ કરો. (દહીંની ઉપર જીરૂં પાઉડર ભભરાવી દેવું)

  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya Jaimin Desai
Shreya Jaimin Desai @ShreyaKitchen
પર
Navsari, Gujarat
I |_0\/€ ¢ooking
વધુ વાંચો

Similar Recipes