આદું - લીંબુ ની કચુંબર (Lemon Ginger Salad Recipe In Gujarati)

આદુંનો બધા ઘરના રસોઈ ઘરમાં ઉપયોગ કરવામાં આવે છે. આદું બધા લોકો માટે ખુબ જ ઉપયોગ કારક ગણાય છે. મોટે ભાગે ઘણાં ઘરોમાં દરરોજ આદુંનો ઉપયોગ કરવામાં આવે છે. આદું ગરમ હોવાને કારણે, શિયાળા ના સમયમાં લોકો મોટે ભાગે તેનો ઉપયોગ કરતા હોય છે. તેમજ ખોરાકના સ્વાદમાં વધારો કરવાની સાથે સાથે અથાણાં માં પણ ઉપયોગમાં લેવામાં આવતું આ આદુ ખાંસીમાં ખુબ જ ફાયદા કારક બને છે, આદું શરીરમાં રહેલા વાયુને દૂર કરે છે. અને શિયાળામાં પણ ફાયદા કારક સાબિત થાય છે.
આદુંને ઘણા પ્રકારે ઉપયોગમાં લઈ શકાય છે. ચ્હા થી લઈ શાકભાજી અને કેટલાક તો લુખ્ખુ આદુ ખાતા હોય છે. આયર્ન, કેલ્શિયમ, આયોડિન, અને વિટામિનથી ભરપુર આદું ઘણા પોષક તત્વોનો ભંડાર છે. તાસીર ગરમ હોવાને કારણે તેનું સેવન શરદીઓમાં વધારે કરવામાં આવે છે.
આજે હું લઈ ને આવી છું આદું - લીંબુ ની કચુંબર જેને આપણે સવાર સાંજ ના ખાવામાં ૨ - ૩ કાતરી લઈ શકીએ છીએ.

રાંધવાની સૂચનાઓ
- 1
આદું ને ખૂબ સરસ રીતે ધોઈને સાફ કરી લો. છોલીને ફરી થી એક વખત ધોઈ લો.
- 2
એક બાઉલમાં છોલેલા આદું ની પાતળી પાતળી કાતરી કરી લો. મીઠું અને લીંબુનો રસ નાખી બરાબર હલાવી લો અને ૪ - ૫ કલાક એ જ બાઉલમાં રહેવા દો. એક કાચની બરણીમાં ભરી લેવું. ૨- ૩ દિવસ માં સરસ અથાય જશે.
- 3
સવાર સાંજ ના ખાવામાં સવૅ કરો. ધ્યાન રાખવું કે જેને એસીડીટી કે બળતરા થાય તો એવા વ્યક્તિ એ સેવન કરવું નહીં.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)