બટાકા ફલાવર ના પરાઠા(Potato Gobiflower Recipe In Guajarati)

બટાકા ફલાવર ના પરાઠા(Potato Gobiflower Recipe In Guajarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઊપર ની બધી સામગ્રી મુજબ લોટ ને બાંધીશું. રોટલી જેવો ઢીલો કરવાનો છે.
- 2
ફલાવર ને છીણી ની મદદથી છીણી લઇશું. બટાકા ને બાફી લઇશું.
- 3
એક મિશ્રર ના બાઉલ મા લસણ, ડુંગળી,લીલું મરચું વાટી લઇશું તેમાં પાણી ઉમેરવાનું નથી.
- 4
એક પેન માં તેલ લઇશું તેમાં અજમો ઉમેરી શું. તણખા થાય પછી આ પેસ્ટ ઉમેરો.
- 5
પછી તેમાં ફલાવર નું છીણ ઉમેરી શું. અને તેમાં હણદર અને મીઠું ઉમેરી ને મીશ્ર કરીશુ.
- 6
બટાકા ની છાલ ઉતારી ને મેશ્ર કરીશુ.
- 7
હવે પેન માં બટાકા ને ઉમેરો. અને મરચું અને મીઠું ને પણ ઉમેરી લઇશું. બરાબર હલાવી ને મીશ્ર કરીશુ.
- 8
ફલાવર બટાકા નો માવો તૈયાર છે.
- 9
હવે નાની પૂરી જેવું વણી લીધી છે તે માં વચ્ચે આ માવો મુકીશું.
- 10
આ પમાણે પોટલી જેવું કરીને અટામણ લઇને વણી લેવા નું છે.
- 11
અટામણ લઇને વણી લેવામાં આવી છે. જો રોટલી જેવો ઢીલો લોટ હશે તો સહેજ પણ ફાટી નઇ જાય.
- 12
હવે એક લોઢી માં તેલ લઇશું બંને બાજુથી શેકી લઇશું.
- 13
ફલાવર અને બટાકા નો પરોઠા તૈયાર છે. દહીં સાથે પીરસી લઇશું.
Keywords
Similar Recipes
More Recipes
























ટિપ્પણીઓ (7)