દહીં પનીર પરાઠા (Dahi parotha Recipe in Gujarati)

જય શ્રી કૃષ્ણ
દહીં પનીર પરાઠા :
તમે ઘણા પ્રકારના પરાઠા ખાધા હશે પણ આ કંઈક અલગ જ છે. આલુ પરોઠા, લચ્છા પરોઠા, લીલવા ના પરોઠા વગેરે તમે ખાધા જ હશે. ચલો તો આજે દહીં પનીર પરાઠા ની રેસીપી જોઇએ. આમે ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યું છે પણ બહુ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે.. આપ નાના બાળકોને પણ બહુ જ ભાવે છે. તમે લંચમાં કા ડિનરમાં કે સવારના નાસ્તામાં પણ આ હેલ્દી પરાઠા તમે આપી શકો.. આ ખુબ જ સરસ અને ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગે છે..
તમે પણ આ રીતે દહીં પરાઠા એ ઘર બનાવીને ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવો છો..

રાંધવાની સૂચનાઓ
- 1
એક વાસણમાં 2 કપ ઘઉંનો લોટ લો એમાં તેલ અને સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરી દો..
- 2
હવે એ મિક્સ કરેલા લોટમાં પાણી ઉમેરી મુલાયમ લોટ તૈયાર કરો.. અને એકવાર લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને મસળી લો.. ૨૦ મિનિટ સુધી ઢાંકીને મુકી રાખો..
- 3
હવે સ્ટફિંગ બનાવવા માટે: દહીં ને આખી રાત સુતરાઉ કપડામાં બાંધીને પોટલી બનાવીને મૂકી રાખો એટલે દહીં નો મસ્કો રેડી થઈ જશે..
- 4
હવે એક વાસણમાં દહીંનો મસ્કો, એક કપ પનીર અને એક કપ બાફેલું બટાકુ લો..
- 5
હવે આ મિશ્રણમાં સ્વાદ અનુસાર મીઠું, મરચું, આદુ, લીલા મરચાની પેસ્ટ, ગરમ મસાલો, હળદર, અજમો, શેકેલા જીરાનો પાઉડર, આમચૂર પાઉડર, ધાણા પાઉડર, કસ્તુરી મેથી નાખી આ બધું મિક્સ કરી દો..
- 6
હવે એ નાના-નાના બોલ્સ બનાવી દો..
- 7
હવે લોટમાંથીએક સરખા બધા ભાગ પાડી લો અને જે પ્રમાણે નાના-મોટા પરાઠા બનાવવા હોય એ પ્રમાણે વણી લો.. અને જે આપણે પનીર અને દહીંનું મિશ્રણ બનાવ્યું હતું એમાંનો એક મિશ્રણ લઇ વચ્ચે મૂકી કચોરીની જેમ બંધ કરી દો અને પછી વણી લો
- 8
હવે લોઢી પર થોડું તેલ મૂકી તેને શેકી લો
- 9
તો તૈયાર છે દહીં પનીર પરાઠા.. હવે એક પ્લેટમાં લઈ અને સર્વ કરો.. અને સાથે તમે ધાણાની ચટણી અથવા ટામેટા સોસ લઈ શકો છો..
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (2)