સુખડી (Sukhdi recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
૧ પેન લો. તેમાં ઘી ગરમ કરવા મુકો. ઘી ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ઘંઉ નો ઝીણો અને જાડો લોટ નાખવો. થોડી વાર તેને હલાવો. લોટ થોડો ગુલાબી થાય પછી તેમાં ગુંદ નાખો.
- 2
ગુંદ નાખી થોડી વાર હલાવવું જયાં સુઘી ગુંદ સરખો મિશ્રણ માં ભળી ના જાય ત્યાં સુઘી. પછી તેમાં મલાઈ ઉમેરી હલાવો. લોટ સરસ શેકાય જાય અને બઘું સરખુ મિશ્ર થઈ જાય એટલે ગેસ બંધ કરી પેન ઉતારી લેવું. મિશ્રણ થોડું ઠંડું થાય પછી તેમાં ગોળ ઉમેરો. પછી સરખી રીતે હલાવવું. ૧ પ્લેટ માં મિશ્રણ ને કાઢી ઠંડું થવા દો અને પછી પીસ કરી બદામ થી ગાર્નિશ કરો. તમે ઈચ્છો તો બદામ અંદર પણ નાખી શકો. તો તૈયાર છે સુખડી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13673087









ટિપ્પણીઓ (3)