વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#GA4
#Week2
#નુડલ્સ
નુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું.

વેજ.નુડલ્સ મગ (Veg.Noodles Mug recipe in Gujarati)

#GA4
#Week2
#નુડલ્સ
નુડલ્સ એ બાળકોના ખૂબ જ પ્રિય હોય છે પણ સાથે મોટા લોકો ને પણ ભાવતા હોય છે. અહીં આપણે નૂડલ્સને વ્હાઈટ સોસ સાથે બનાવીશું સાથે વેજિટેબલ્સ પણ ઉમેરીશું અને મગમાં સર્વ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મીનીટ
૪ લોકો માટે
  1. વ્હાઈટ સોસ બનાવવા માટે:
  2. ૨ ચમચીઘી
  3. ૧/૪ કપમેંદો
  4. ૪૦૦ મિલી દૂધ
  5. સ્વાદ અનુસારમીઠું
  6. ૧ ચમચીઓરેગાનો
  7. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  8. ૧/૪ કપરેડ કેપ્સીકમ
  9. ૧/૪ કપગ્રીન કેપ્સીકમ
  10. ૧/૪ કપગાજર
  11. ૧/૪ કપબેબીકોર્ન
  12. ૧/૪ કપસ્વીટ કોર્ન
  13. નૂડલ્સ બનાવવા માટે:
  14. ર પેકેટ મેગી
  15. ૧ કપટોમેટો પ્યુરી
  16. સ્વાદ અનુસારમીઠું
  17. ૧ ચમચીઓરેગાનો
  18. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  19. ૨ પેકેટ મેગી મસાલો

રાંધવાની સૂચનાઓ

૨૦ મીનીટ
  1. 1

    એક પેનમાં ઘી ગરમ મૂકી તેમાં મેંદો નાખી આછો ગુલાબી રંગનો થાય ત્યાં સુધી શેકોવાનો છે.

  2. 2

    હવે તેમાં દૂધ ઉમેરી તેને સતત હલાવવાનું છે.

  3. 3

    લોટ અને દૂધ બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં વેજીટેબલ્સ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાના છે.

  4. 4

    વેજીટેબલ્સ બરાબર રીતે ચડી જાય અને સોસ થોડો થીક થઈ જાય ત્યાં સુધી કુક કરવાનું છે. ત્યાર પછી ગેસ ઓફ કરી વાઇટ સોસ ને સાઇડ પર રાખી દેવાનો છે.

  5. 5

    એક કડાઈમાં પાણી ઉકાળવા મૂકી તેમાં મેગી ઉમેરવાની છે. તેમાં ટોમેટો પ્યુરી ઉમેરવાની છે.

  6. 6

    હવે તેમાં ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, મેગી મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાનું છે.

  7. 7

    નુડલ્સ બરાબર રીતે ચડી જાય એટલે ગેસ ઓફ કરી દેવાનો છે.

  8. 8

    હવે એક કાચનો મગ લઈ તેમાં સૌથી પહેલા તૈયાર કરેલી મેગી થોડી ઉમેરવાની છે તેના પર તૈયાર કરેલો વ્હાઈટ સોસ અને તેના પર ફરીથી મેગી ઉમેરવાની છે આ રીતે મેગી અને સોસના લેયર્સ ઉપર સુધી તૈયાર કરવાના છે.

  9. 9

    હવે તેના પર ચીઝ ખમણી ને નાખવાનું છે. આ રીતે બધા મગ તૈયાર કરી લેવાના છે.

  10. 10

    નુડલ્સ મગ સર્વ કરવા માટે તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

Similar Recipes