ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)

ટોમેટો પેન કેક વિથ અલફેડો સોસ (Tomato Pancake with Alfredo sauce Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોસ બનાવવા માટે: એક પેનમાં બટર મૂકી એક ચમચી મેંદો નાખી શેકી લો. મેંદો શેકાઈ જાય એટલે થોડું દૂધ નાખી બરાબર મિક્સ કરી લો. ગઠ્ઠા ન પડે એનું ધ્યાન રાખવું. ચીઝ છીણી, મરી પાઉડર નાખવો અને બે મિનિટ બરાબર થવા દો. કેપ્સીકમ, કોનૅ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને મીઠું નાખી બરાબર મિક્સ કરો અને એક મિનિટ માટે થવા દો.
- 2
પેન કેક બનાવવા માટેની રીત: એક બાઉલમાં રવો, મેશ કરેલા બટાકા, કાંદો કેપ્સીકમ, કોનૅ, ટોમેટો પ્યુરી, આદુંની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું અને મરી નાંખી બરાબર મિક્સ કરી લો. મિક્સ કરેલા મિશ્રણની ઉપર ઈનો નાખી એક બે ચમચી પાણી ઉપર નાખી ઈનો એકટીવ કરી લો અને બરાબર એક જ સાઈડ ફેંટી લેવું. પુડા જેવા પથરાઈ એવી consistency રાખવી. (તમને મનપસંદ વેજિટેબલ્સ પણ નાખી શકો છો)
- 3
એક પેન લઇ પહેલા તેલથી ગ્રીસ કરી, થોડું રવા નું બેટર લઈ સ્પ્રેડ કરી લો બંને બાજુ બરાબર ૨ - ૩ મિનિટ કુક કરી લો.
- 4
એક પેન કેક ની ઉપર alfredo sauce લઈ ગરમ ગરમ સર્વ કરો.
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (6)