પોડી મસાલો Podi Masala Powder recipe in Gujarati)

Suchi Shah
Suchi Shah @SuchiShah13
USA

પોડી એ ચણાની દાળ, અડદની દાળ અને બીજા થોડા મસાલા સાથે તૈયાર કરવામાં આવતો ખુબ જ સ્વાદિષ્ટ મસાલો છે.એ મિલાગાઈ પોડિ, ગન પાઉડર, ઇડલી કરમ પોડિ અથવા ચટણી પોડી એવા જુદા જુદા વિવિધ નામોથી ઓળખાય છે. પુડી અથવા પોડિ એ સામાન્ય દક્ષિણ ભારતીય શબ્દ છે જેનો મતલબ પાઉડર એવો થાય છે. તે મોટે ભાગે ઈડલી સાથે ખવાય છે, તેથી તે ઇડલી પોડિ તરીકે ઓળખાય છે.

પોડી પાઉડર પર તલનું તેલ અથવા ગરમ ઘી નાંખીને ખાવાથી તે ખુબ જ ટેસ્ટી લાગે છે. અમારી ઘરે અમે સાઉથ ઈન્ડિયન ફુડ ખુબ બનતું હોય છે,એટલે હું હંમેશા આ ટેસ્ટી તીખો પોડી મસાલો બનાવી ને જ રાખતી હોવું છું. અમે પોડી મસાલો, ઈડલી, ઢોંસા, મેંદુવડા, ઉત્પમ એ બધાં જ જોડે યુઝ કરીએ છીએ. મારી દિકરી નો તો આ પોડી મસાલો ખુબ જ ફેવરેટ છે!!

પોડી માં બધી વસ્તુ ઓને સરસ સેકી ને પીસી લઈ મીક્ષ કરવામાં આવે છે. ખુબ જ સરળ રેસિપી છે. પોડી પાઉડર થોડો કકરો રાખવામાં આવે છે. હું હંમેશા વધારે પ્રમાણ માં પોડી મસાલો બનાવી એને એરટાઇટ કાચની બરણીમાં સ્ટોર કરી રાખું છું. જો તમે એને રેફ્રિજરેટર રાખશો તો,છ મહિના સુધી એ એકદમ સરસ જ રહે છે. બહાર રાખશો તો ત્રણ મહિના સુધી આરામથી બહાર સરસ રહી સકે છે.

પોડી બનાવવાની બહુ બધી અલગ રીત હોય છે. સામાન્ય રીતે તેમાં ઘરમાં જ અવેલેબલ હોય એવાં જ સામાનનો વપરાશ થતો હોય છે. હું આ પોડી મસાલો ચણાદાળ, અડદની દાળ, સુકાં લાલ મરચાં, હીંગ, મીઠું, મેથી દાણાં, તલ અને લીમડાનાં પાનથી બનાવું છું. ઘણાં લોકો તેમાં સૂકું કોપરું, ગોળ અને આંમલી પણ નાંખે છે.તમે ઇચ્છો તો તમે વાપરી સકો છો. તમે મારી આ રીત થી આ પોડી મસાલો કે ગનપાઉડર બનાવી ને જરુર થી જોજો. ખુબ જ સરસ ટેસ્ટી લાગે છે. અમારો તો આ ખુબ જ ફેવરેટ છે તમારો પણ ફેવરેટ બની જસે.

#Cookpad
#cookpadgujarati
#cookpadindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧/૨ વાટકીચણાની દાળ
  2. ૧/૨ વાટકીઅડદ ની દાળ
  3. ૧ ચમચીતેલ
  4. ૧ ચમચીમેથી દાણાં (ઓપ્સન્લ છે)
  5. ૧/૨ વાટકીલીમડાનાં પાન
  6. ૧/૪ વાટકીતલ
  7. મીઠું
  8. ૧/૪ ચમચીહીંગ પાઉડર
  9. ૧૨ સુકાં મરચાં (તીખું ખાવું હોય તો તીખાં મરચાં લેવા. મારી જોડે આજે સુકાં મરચાં નથી એટલે મરચું પાઉડર યુઝ કર્યું છે. રેસિપી માં સુકા મરચાં ને સરસ સેકી ને બીજા બધાં જોડે જ પીસવા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણાની દાળ, અડદની દાળ, મેથી દાણા અને તલ ને ૧૫ મીનીટ તાપમાં મુકી દો.

  2. 2

    સૌથી પહેલાં એક તાવડીમાં તલ અને મેથી દાણાં સરસ ગુલાબી સેકી લેવાં. પછી એ જ તાવડીમાં ૧ ચમચી તેલ લો, અને બંને દાળ ને મિડીયમ ગેસ પર સરસ રીતે સેકી લો. હવે, એજ સેમ તાવડીમાં લીમડાં ના પાન સરસ કડક થાય ત્યાં સુધી સેકો. આ રેસિપીમાં આખા મરચાં ને સેકી ને આ બધા જોડે પીસવાનાં હોય છે. આજે મારી જોડે આખા મરચાં નથી એટલે યુઝ નથી કર્યાં. તમે આ સેમજ તાવડીમાં મરચાં સરસ રીતે સેકી લો.

  3. 3

    બધી સેકેલી વસ્તુ ને ૧૫ થી ૨૦ મીનીટ માટે સરસ ઠંડી પડી જવા દો. તેમાં મીઠું અને હીંગ પાઉડર ઉમેરી મીક્ષ કરી લો.

  4. 4

    હવે, સરસ ઠંડું પડી ગયું છે. એને પીસી લો. મોટા દાળનાં ટુકડાં ના રહે અ રીતે પીસો. સાધારણ કકરું રહેવા દેવાનું છે. એકદમ સ્મુધ પાઉડર નથી કરવાનો. લીમડો પણ સરસ સેકાઈ ગયો હસે એટલે સરસ પીસાઈ જસે.

  5. 5

    હવે, એમાં મરચું પાઉડર ઉમેરો. બધું સરસ રીતે મીક્ષ કરી લો. તૈયાર છે ગનપાઉડર કે પોડી મસાલો. આ તમે કોઈ પણ સાઉથ ઈન્ડિયન ફુડ જોડે આ યુઝ કરી સકો છો. ઈડલી, મેંદુવડા, ઢોંસા, ઉત્પમ કે પછી પરેઠા જોડે. ઠંડું પડે એટલે એર ટાઈટ કાચની બેટલમાં ભરી લો. રેફ્રિજરેટર માં ૬ મહિના સુધી સરસ રહેસે. બહાર રાખસો તો ૩ મહીના સુધી સરસ સહેસે. બહુ જ સરસ લાગે છે આ પોડી મસાલો. તમે પણ બનાવી ને જરુર થી જોજો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Suchi Shah
Suchi Shah @SuchiShah13
પર
USA

Similar Recipes