ખાંડવી(Khandvi Recipe in Gujarati)

Hiral @Hiral_Gandhi
ખાંડવી(Khandvi Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ૧ કપ બેસન લો એમાં ૧ કપ ખાટું દહીં ઉમરી બરાબર મિક્સ કરી લો જેથી એમાં લ્મસ ના રહે..
- 2
પછી એમાં ધીરે ધીરે પાણી ઉમેરતા જાવ અને ૨ કપ સુધી પાણી ઉમેરી મિક્સ કરી લો.. આદુ મરચાં ની પેસ્ટ અને મીઠું સ્વદાનુસાર નાખી મિકસ કરી લો..
- 3
પછી કુકર માં ૪-૫ સિટી વગાડી બાફી લો.
- 4
કુકર ઠંડુ પડે એટલે બેસન નું મિક્સર બહાર કાઢી બરાબર હલાવી દો..
- 5
ડિશ કે થાળી પર તેલ લગાવી લો અને એના પર બેસન નું પાતળું મિક્સર પાથરી દો..
- 6
૫-૭ મિનિટ સુધી રહેવા દો અને પછી ચપ્પુ ની મદદ થી કાપા પાડીને રોલ કરી લો.. એના પર વઘાર કરો..
- 7
વઘારીયા માં તેલ લો એ ગરમ થાય એટલે એમાં રાઈ, લીમડો, લીલું મરચું અને તલ નાખો પછી આ વઘાર ખાંડવી પર રેડી દો.. ઉપર થી લીલા ધાણા અને કોપરા ના છીણ ભભરાવી ને સર્વે કરો. તો તૈયાર છે ખાંડવી..
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13798254






ટિપ્પણીઓ (2)