છોલે (Chole recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
છોલે મસાલા બનાવવા માટે ગ્રેવી ખૂબજ સીધી અને સરળ હોવા છતાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ છોલે તૈયાર થાય છે.પહેલા કાંદા ને ઝીણા સમારી લો.ટામેટાને ખમણી મા છીણી લો.લસણ અને આદુ મરચાની પેસ્ટ બનાવી લો.હવે એક પેનમાં તેલ મૂકી ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા અને તમાલપત્ર નાખી વઘાર કરો.તેમા કાંદા સાંતળી લો હવે બદામી રંગ થાય એટલે તેમાં ટામેટાં ની પ્યુરી નાખો સહેજ વાર થવા દો એટલે તેલ છુટું પડી જાય એટલે તેમાં હળદર, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ, છોલે મસાલો, આમચૂર પાઉડર સ્વાદ અનુસાર મીઠું નાખી સરખી રીતે મિક્સ કરો.
- 2
થોડી વારમાં તેમાં છોલે ઉમેરી દો અને જરૂર મુજબ પાણી નાખીને ૫-૭ મીનીટ ધીમા તાપે થવા દો.પછી તેને ગરમ ગરમ પરોઠા અથવા કુલચા સાથે પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13801717









ટિપ્પણીઓ