પનીર ટિક્કા મસાલા (Paneer tikka masala recipe in Gujarati)

#trend3
Week3
પનીર ટીક્કા મસાલા એ ખુબ જ ફેમસ ઈન્ડીયન ફુડ છે. પનીર ટીક્કા બે પ્રકારનાં હોય છે. એકતો તમે એને ડા્ય ચટણી સાથે સવઁ કરી સકો છો કે પછી તમે એને ગે્વી વાળાં નાન કે પરાઠા અને જીરા રાઈસ જોડે સવઁ કરી સકો છો. પનીર ટીક્કા મસાલા જે રેસ્ટોરાંમાં પીરસવામાં આવે છે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે એ લોકો એને તંદૂરમાં સરસ શેકે છે, તંદૂરમાં બનાવવા થી એમાં એક સરસ સ્મોકી સ્વાદ આપે છે. જે ખુબ જ સરસ લાગે છે.
પનીર ટિક્કા મસાલા ઘરે પણ બહાર જેવાં જ સ્વાદિષ્ટ બનાવી સકાય છે. થોડો સમય વધારે લાગે છે, પણ ઘરે પણ તમે બહાર જેવાં ઘરે જ બનાવી એનો આનંદ લઈ સકો છો. પનીર ટિકકા મસાલા ડા્ય કે ગે્વી વાળા બનાવવા માટે સૌથી પહેલા પનીર, કેપ્સીકમ અને કાંદા ને દહીં માં મસાલા નાંખી મેરીનેટ કરવામાં આવે છે. પછી એને ઓવન કે લોઢી પર રોસ્ટ કરવામાં આવે છે, અને પછી એને ગે્વી માં ઉમેરી શાક તરીકે નાન કે પરોઠા જોડે ખાવામાં આવે છે કે પછી, ડા્ય ખાવા હોય તો તેને રોસ્ટ કરી ચટણી જોડે ખાવામાં આવે છે. અહીં મેં બંને રીતે બનાવ્યા છે.
તમે મારી આ રેસિપી જરુર થી ટા્ય કરજો. એકદમ ટેસ્ટી પનીર ટિક્કા મસાલા બને છે. જરુર થી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી!!

રાંધવાની સૂચનાઓ
- 1
કેપ્સીકમ, કાંદા અને પનીરનાં એક સરખી સાઇઝનાં ચોરસ ટુકડાં કરી લો.
- 2
એક તાવડીમાં ચણાંનો લોટ લો. મીડીયમ ગેસ રાખી સતત હલાવતાં રહો અને લોટ ને સરસ સેકી લો. કોરો જ સેકવાનો છે. તેલ કે કશું લેવાનું નથી. સરસ ગુલાબી સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો, અને લોટ ને એક પ્લેટ માં કાઢી લો. હવે, પનીર અને વેજીટેબલ ને મેરીનેટ કરવા માટે દહીં માં મીઠું, લાલ મરચું પાઉડર, હળદર, કીચન કીંગ મસાલો, ચાટ મસાલો, ધાણાંજીરું, હળદર પાઉડર, ખમણેલું આદું, ખમણેલું લસણ,ચપટી જાયફળ પાઉડર, કસુરી મેથી, ચમચી તેલ અને સેકેલો ચણાનો લોટ ઉમેરી સરસ હલાવી ગાંઠ ના રહે એ રીતે મીક્ષ કરી લો.
- 3
પહેલાં આપડે ડા્ય પનીર ટીક્કા બનાવસું. સમારેલાં પનીરનાં ટુકડાં, કાંદા અને બધાં કલરનાં કેપ્સીકમ ને તૈયાર કરેલાં મસાલા વાળા દહીં માં સરસ રીતે મીક્ષ કરી ૩૦ મીનીટ ફી્ઝ માં મુકી દો.
- 4
૩૦ મીનીટ પછી, બહાર કાઢી પાણીમાં પલારેલી વુડન સ્ટીક પર એક પનીર એક કેપ્સીકમ એક કાંદો એમ વારા ફરતી નીચે ફોટા માં છે, એ રીતે ગોઠવી દો. હવે, તમે એને ઓવનમાં, કે ગેસ પર જાળી મુકી ને કે લોઢી પર મુકી સરસ ચારેબાજુ ફેરવી ને સરસ સેકી લો. મેં લોઢી પર જરા ઘી લગાવી સરસ સેકી લીધાં છે.
- 5
તૈયાર છે, ડા્ય પનીર ટિક્કાં. મારી ઘરે તો બધાને આ એકલા જ ખુબ જ ભાવે છે. તમે એને કોથમીર ની ચટણી જોડે પણ પીરસી સકો છો.
- 6
હવે, આપડે ગે્વી વાળા પનીર ટીક્કા બનાવસું. એમા શરુ ની પાો્સેસ સેમજ છે. પહેલાં સમારેલાં પનીર, કેપ્સીકમ મરચાં અને કાંદા ને મસાલા વાળા દહીં માં મીક્ષ કરો. ધીમે રહી ને બધું સરખી રીતે દહીં માં કોટ થાય એ રીતે હલકા હાથે થી હલાવી લો. હવે એને ૩૦ મીનીટ માટે મેરીનેટ થવા દો. ત્યાં સુધી શાક ની ગે્વી ની તૈયારી કરો.
- 7
હવે, પનીર ટીક્કાં ના શાક ની ગે્વી માટે સૌથી પહેલાં આખા સુકાં ધાણાં ને અધકચરાં ખાંડી લો. ધાણાં જરુર થી નાંખજો. એનાંથી શાક નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. હવે, એક તાવડીમાં ૨ ચમચી ઘી લો. ઘી જરા ગરમ થાય એટલે તેમાં તજ,આખા મરી,આખી ઇલાયચી, લવીંગ અને અધકચરાં ખાંડેલા ધાણાં નાંખો.તમાલપત્ર પણ ઉમેરો, મારી જોડે ખલાસ થઈ ગયાં છે, એટલે નથી નાંખ્યું. ઘી માં આ બધું જરા વાર સાંતળો.
- 8
હવે, એમાં અધકચરો પીસેલો કાંદો ઉમેરો. મેં ચોપરમાં પીસી લીધો છે. મીઠું ઉમેરો અને કાંદા ને થવા દો. કાંદો સરસ ગુલાબી થાય એટલે એમાં લાલ મરચું પાઉડર, હળદર પાઉડર અને ગરમ મસાલો ઉમેરો. સરસ મીક્ષ કરો અને મસાલા ને જરા વાર સેકી લો. જરુર લાગે તો ૨-૪ ચમચી પાણી ઉમેરો, એટલે મસાલાં બળી ના જાય.
- 9
ઘી છુટા પડવા આવે એટલે પીસેલાં ટામેટાં,આદુ અને લસણ ને એમાં ઉમેરો. આ બહુ થીક નથી રાખવાનું એટલે, થોડું પાણી ઉમેરો. હવે એને ઢાંકી ને થોડી વાર ચડવા દો. થોડી વાર માં તેલ છુટ્ટું પડે એટલે, જરા કસુરી મેથી ઉમેરો, અને કી્મ કે મલાઈ ઉમેરવી હોય તો ઉમેરો. હું જરા દુધ ઉમેરું છું. તમને ગમે તે એમાં એડ કરો. મેં 1/2ચમચી ખાંડ ઉમેરી છે, ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે. ઓપ્સન્લ છે. બધું સરસ મીક્ષ કરો, જરા વાર માં ગેસ બંધ કરી દો.
- 10
હવે, નોન સ્ટીક લોઢી પર બટર કે ઘી લગાવો. મેં ૧ ચમચી ઘી લગાવ્યું છે. મીડીયમ ગેસ પર લોઢીને ગરમ કરો અને મેરીનેટ કરેલું પનીર, કાંદા અને કેપ્સીકમન્ એ બધા ને છુટ્ટું કરી લોઢી પર પાથરી દો. જરા વાર થાય એટલે બીજી બાજુ ચમચી થી ફેરવે. બધી બાજું ફેરવી સરસ સેકી લો. જરા વારમાં સરસ ડા્ય થઈ જસે અને બધું સરસ સેકાઈ જસે.
- 11
બધું પનીર અને વેજીટેબલ સરસ એકદમ કોરું પડી જસે, હવે એને બનાવેલી ગે્વી માં ઉમેરી દો અને સરસ મીક્ષ કરી ઢાંકી ને જરા વાર થવા દો. તૈયાર છે, ગરમા ગરમ પનીર ટીક્કા. ઝીણી સમારેલી કોથમીર ભબરાવો અને નાન કે પરેઠાં જોડે પીરસો. મેં વ્હીટ નાન અને જીરા રાઈસ જોડે પીરસ્યું છે.
- 12
ગરમા ગરમ ગે્વી વાળી પનીર ટિક્કા મસાલાં તૈયાર છે.
- 13
મેં પનીર ટિક્કા ને ઘરની ફે્સ ઘઉંના લોટ ની બનાવેલી નાન, જીરા રાઈસ, દાલ મખની, સલાડ અને પાપડ જોડે સવઁ કર્યાં છે.
- 14
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (13)