પાલક પનીર(Palak paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાલક ને ધોઈ ને સમારી લો, હવે એક પેનમાં એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને થોડીવાર પછી તેમાં સમારેલી પાલક નાખી ને ૧૦ મિનિટ માટે પાકવા દો.
- 2
હવે આદું મરચાં લસણ, કાજુ અને કાંદા ટામેટાં ને સમારી લો.
- 3
એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂં નાખો હવે તેમાં લસણ અને આદુ નાખો પછી તેમાં સમારેલા મરચાં નાખીને સાંતળો.
- 4
પછી તેમાં સમારેલા કાંદા નાખવા અને સાંતળી લો કાંદા સંતડાય જાય પછી તેમાં સમારેલા ટામેટા નાખી ને બરાબર મિક્સ કરો અને થોડીવાર પછી ઉતારી લો.
- 5
હવે તે મિશ્રણને મિક્સરમાં ક્રશ કરી ને તેની પ્યુરી બનાવી લેવી.
- 6
હવે બાફેલી પાલક ની પણ પ્યુરી બનાવી લો અને બંને પ્યુરી ને બરાબર મિક્સ કરો.
- 7
હવે એક કડાઈમાં ૨ થી ૩ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેમાં લવિંગ અને તજ પત્તા નાખો પછી તેમાં મિક્સ કરેલી પ્યુરી નાખો અને ૨ થી ૩ મિનિટ માટે પાકવા દો પછી તેમાં હળદર મીઠું મરચું પાઉડર ધાણાજીરું નાખી ને હલાવો.
- 8
હવે પનીર ના પીસ કરી ને એક પેનમાં ૧ ચમચી તેલ નાખી તેમાં પનીર ના પીસ નાખી ને સાંતળો અને પછી પનીર ને પાલક પ્યુરી માં નાખી ને ૫ મિનિટ પાકવા દો.હ
- 9
તૈયાર છે પાલક પનીર.....
Similar Recipes
More Recipes





















ટિપ્પણીઓ (2)