કણકી કોથમીર ખીચું (Kanki Kothmir Khichu recipe in Gujarati)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
Rajkot

#trend4
#Khichu
ખીચુ એ ગુજરાતી લોકોમાં ખાસ કરીને કાઠિયાવાડમાં ખૂબ જ પ્રિય અને પ્રચલિત વાનગી છે. ખીચુ એ ઘણી બધી રીતે બને છે. ચોખામાંથી, ઘઉમાંથી અને દાળમાંથી એમ ઘણી રીતે ખીચું બનાવી શકાય છે.
મેં આજે કણકી ચોખામાંથી ખીચુ બનાવ્યું છે. જેમાં સાથે કોથમીર નો ટેસ્ટ ઉમેરીને તેને કણકી કોથમીર ખીચું નામ આપ્યું છે. આ ખીચામાં લાલ મરચું પાઉડર અને તેલ ઉમેરવાથી તો તેનો સ્વાદ ખૂબ જ વધી જાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  1. ૩/૪ કપ કણકી ચોખા
  2. ૫ કપપાણી
  3. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  4. ૧/૨ કપસમારેલી કોથમીર
  5. મીઠું સ્વાદ અનુસાર
  6. ૨ નાની ચમચીશેકેલું જીરું
  7. ૧/૪ ચમચીકુકિંગ સોડા
  8. ૨ ચમચીસીંગતેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કણકી ચોખાને ચોખ્ખા પાણીથી ધોઈને ૧ કલાક માટે પાણીમાં પલાળી રાખવાના છે.

  2. 2

    એક કડાઈમાં ૫ કપ પાણી ઉકાળવા મુકવાનું છે. પાણી ઉકળે એટલે તેમાં જીરૂં અને આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે. તેને ઢાંકીને ૩ મિનિટ માટે ઉકળવા દેવાનું છે.

  3. 3

    હવે તેમાં પલાળેલા કણકી ચોખા ઉમેરવાના છે. તેની સાથે મીઠું સ્વાદ અનુસાર અને કુકિંગ સોડા ઉમેરવાનો છે. બધું બરાબર રીતે મિક્સ કરી પાંચ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  4. 4

    આ દરમિયાન થોડી કોથમીર ને મિક્સર ની જાર માં લઇ થોડું પાણી નાખી તેને ક્રશ કરી લેવાની છે.

  5. 5

    આ પાણીને કણકી ચોખામાં ઉમેરી દેવાનું છે અને ત્યારે બે ચમચી સીંગતેલ પણ ઉમેરવાનું છે. હવે ફરી તેને ત્રણ મિનિટ માટે કુક થવા દેવાનું છે.

  6. 6

    તો અહીયા કણકી કોથમીર ખીચુ એકદમ તૈયાર છે. તેના પર લાલ મરચું પાઉડર છાટીને સર્વ કરી શકાય.

  7. 7

    તેમાં તેલ અને કોથમીર ઉમેરીને ડેકોરેટ કરી સર્વ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
પર
Rajkot

ટિપ્પણીઓ (15)

Similar Recipes