બટરમિલ્ક પન્ના કોટા (ચોકલેટ ફ્લેવર) (Chocolate Flavored Buttermilk Panna Kota Recipe In Gujarati)

પન્ના કોટા એ એક સ્વીટ ક્રીમ ની ઈટાલિયન મીઠાઈ છે. પન્ના કોટા ઘણી ટાઈપ ના હોય છે. તમે તમારી ઈચ્છા પ્રમાણે ની ફ્લેવર માં બનાવી શકો છો. જેમાં મુખ્ય ઈન્ગ્રિડીએન્ટ્સ તરીકે જીલેટિન પાઉડર યુઝ થાય છે. તમે જીલેટિન પાઉડર ની જગ્યા એ જેલી પાઉડર અગર અગર પાઉડર પણ યુઝ કરી શકો છો. મેં અહીં જેલી બનાવા માટે આવતો પાઉડર યુઝ કરીને બનાવ્યું છે.
તો પ્રસ્તુત છે બટરમિલ્ક પન્ના કોટા..

રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં 1 ચમચી જીલેટિન પાઉડર અથવા જેલી પાઉડર લો. તેમાં 1/4 કપ જેટલું ગરમ પાણી નાખો. અને મિક્સ કરો. જ્યાં સુધી પાઉડર એકદમ સરસ ઓગળી જાય ત્યાં સુધી. પછી તેને 10 મિનિટ માટે રેસ્ટ કરવા મૂકી દો.
- 2
હવે એક સોસપેન માં 1 કપ ક્રીમ એડ કરો. અને તેમાં ખાંડ એડ કરો. મીડીયમ ફ્લેમ ઉપર ગરમ કરો અને મિક્સ કરો. ખાંડ ઓગળી જાય ત્યાં સુધી મિક્સ કરો અને પછી નીચે લઈ લો.
- 3
હવે આ મિશ્રણ ને એક અલગ બાઉલ માં લો. તેમાં બટરમિલ્ક એડ કરો. અને બાકી રાખેલી ક્રીમ પણ એડ કરો. સરખું મિક્સ કરો બધું. એકદમ એકરસ થઈ જઉ જોઈએ.
- 4
હવે 10 મિનિટ જીલેટિન પાઉડર ને રેસ્ટ આપ્યા બાદ એ પાઉડર ના મિશ્રણ અને બટરમિલ્ક ના મિશ્રણ ને, આ બેઉ ને મિક્સ કરો.
- 5
પછી એક બાઉલ અથવા ગ્લાસ લો કે પછી તમારી ઈચ્છા પ્રમાણે નું મોલ્ડ લો. અને આ મિશ્રણ ને તેમાં નાખો. પછી મોલ્ડ ને 6-7 કલાક અથવા આખી રાત માટે ફ્રિજ માં ચિલ કરવા મુકો.
- 6
6-7 કલાક પછી તમે સર્વ કરી શકો છે. જેમાં ઉપરથી તમે ચોકલેટ સિરપ અને ચોકલેટ ચિપ્સ અને તુટીફૂટી થી ગાર્નિશ કરો. તો રેડી છે બટરમિલ્ક પન્ના કોટા ચોકલેટ ફ્લેવર સાથે. એન્જોય.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (4)