ફાફડા (Fafda Recipe In Gujarati)

#GA4
#Week7
#breakfast
#ફાફડા
#fafda
#દશેરા
#dussehra
પ્રસ્તુત છે ગુજરાતીયોનો મનપસંદ બ્રેકફાસ્ટ ફાફડા। સવાર સવાર માં ફરસાણ ની દુકાન પર ફાફડા લેવા માટે લોકો લાઈન લગાવે છે. ફાફડા ખાવા માં ખૂબ ફરસા લાગે છે. તેને બેસન ની ચટણી, પપૈયા નો સંભારો અને વઘારેલા મરચાં સાથે સર્વ કરવા માં આવે છે. દશેરા ના દિવસે તો ખાસ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. મેં અહીં ફાફડા સાથે જલેબી અને સમોસા સર્વ કર્યા છે. બજાર ના ફાફડા માં ખારો આગળ પડતો નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારો નથી. ઘર માં બનાવેલ ફાફડા માં ખારો જરૂર પ્રમાણે જ નાખવા માં આવે છે.
ફાફડા (Fafda Recipe In Gujarati)
#GA4
#Week7
#breakfast
#ફાફડા
#fafda
#દશેરા
#dussehra
પ્રસ્તુત છે ગુજરાતીયોનો મનપસંદ બ્રેકફાસ્ટ ફાફડા। સવાર સવાર માં ફરસાણ ની દુકાન પર ફાફડા લેવા માટે લોકો લાઈન લગાવે છે. ફાફડા ખાવા માં ખૂબ ફરસા લાગે છે. તેને બેસન ની ચટણી, પપૈયા નો સંભારો અને વઘારેલા મરચાં સાથે સર્વ કરવા માં આવે છે. દશેરા ના દિવસે તો ખાસ ફાફડા અને જલેબી ખાવાની પરંપરા છે. મેં અહીં ફાફડા સાથે જલેબી અને સમોસા સર્વ કર્યા છે. બજાર ના ફાફડા માં ખારો આગળ પડતો નાખવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે સારો નથી. ઘર માં બનાવેલ ફાફડા માં ખારો જરૂર પ્રમાણે જ નાખવા માં આવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ફાફડા બનાવવા માટે ઉપર જણાવેલ ફાફડા ના બધા ઘટકો એક કઠોક માં મિક્સ કરી ને જરૂર મુજબ પાણી ઉમેરી ને રોટલી અને ભાખરી ની વચ્ચે નો લોટ બાંધી લો. લોટ ને 1 ચમચી તેલ લગાવી ને ખૂબ મસળો (આશરે 5-7 મિનિટ) જેથી લોટ પોચો થાય. લોટ ને ખેંચવાથી તરત તૂટી જવો જોઈએ નહિ.
- 2
હવે ધીમા તાપ પર તળવા માટે નું તેલ ગરમ કરવા મૂકી દો।
- 3
તેલ તૈયાર થઇ જાય એટલે બાંધેલા લોટ માંથી એક નાનો લુવો લઇ તેને લંબગોળ આકાર આપો. હવે આ લુવા ને ચોપબોર્ડ અથવા પાટલા પર લઇ હથેળી ના પાછલા ભાગ થી દબાવી ને નીચે થી ઉપર સુધી ખેંચી ને ફાફડા ની લાંબી પટ્ટી બનાવી લો. હવે પાતળા ચપ્પુ ની મદદ થી પટ્ટી ને ઉખાડી ને ગરમ તેલ માં તળી લો. આ રિતે બધા ફાફડા તૈયાર કરી તળી લો. ફાફડા તૈયાર છે.
- 4
બેસન ની ચટણી બનાવવા માટે ઉપર જણાવેલ ચટણી ના બધા ઘટકો ને એક પેન માં લઇ રવઈ થી વલવી લો. હવે તેને ગેસ પર ધીમા તાપે કકળાવો અને વચ્ચે વચ્ચે હલાવતા જાઓ.એક ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દોં। હવે એક વઘારીયા માં તેલ ગરમ કરી તેમાં રાઈ ફોડી ને હિંગ, લીમડો અને લીલાં મરચાં નાખી મિક્સ કરો. આ વઘાર તૈયાર કરેલી ચટણી ઉપર રેડી દો। હવે કોથમીર થી ગાર્નિશ કરો. બેસન ની ચટણી તૈયાર છે.
- 5
સંભારો બનાવવા માટે એક પેન માં તેલ મૂકી તેમાં ચપટી હિંગ અને લીલાં મરચાં નાખો। હવે તેમાં છીણેલું કાચું પપૈયું અને ગાજર નાખી 1 મિનિટ માટે સાંતળો। ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાઉડર અને મીઠું નાખી 1-2 મિનિટ સાંતળો। સંભારો તૈયાર છે.
- 6
વઘારેલા મરચાં બનાવવા માટે મરચાં ના ઉભા ફાડચાં કરો. હવે એક પેન માં તેલ મૂકી તેમાં હિંગ નાખો। ત્યારબાદ ઉભા કાપેલા મરચાં અને મીઠું નાખી 1 મિનિટ સાંતળો। મરચાં તૈયાર છે.
- 7
તૈયાર છે ગુજરાતીઓ નો મનપસંદ સવારનો નાશ્તો ફાફડા !!! તેને બેસન ની ચટણી, પપૈયા નો સંભારો અને વઘારેલા મરચાં સાથે સર્વ કરો.
Similar Recipes
-
ગુજરાતી નો પ્રખ્યાત નાસ્તો ફાફડા ને સંભારો
ફાફડા એ ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે જે નાસ્તામાં અથવા નાસ્તા તરીકે આપવામાં આવે છે. તે રવિવારના રોજ નાના સ્ટોલો અથવા દુકાનોમાં પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. દશેરા દરમિયાન પણ પ્રખ્યાત ઉત્સવની વાનગી પપૈયા સમાબા રાજશ્રી અને તળેલા મરચાં અને જલેબી સાથે પીરસવામાં આવે છે. તેથી દશેરાના ઉત્સવના પ્રસંગે હું તમારી સાથે ફાફડા રેસીપીને શેર કરીશ.Nita Bhatia
-
ફાફડા જલેબી(fafda jalebi recipe in gujarati)
#દશેરાઆજે દશેરા ના દિવસે ફાફડા અને જલેબી બધા ગુજરાતીઓ ખાય છે..આ બે વર્ષ થી હું ફાફડા ઘરે જ બનાવું છું..આ વખતે જલેબી પણ ઘરે જ બનાવી.. બહું જ સરસ બની છે.. બજારમાં મળે એવાં જ.. ફાફડા અને કઢી સાથે જલેબી .કડક અને અંદર થી જયુસી.. Sunita Vaghela -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાતનું ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત ફરસાણ છે જે ગુજરાતીઓ નો પ્રિય નાસ્તો છે. બેસન માંથી તળીને બનાવવામાં આવતા ફાફડા સામાન્ય રીતે કઢી, કાચા પપૈયાનો સંભારો અને તળેલા મરચા ની સાથે પીરસવામાં આવે છે. ફાફડા અને જલેબીનું કોમ્બિનેશન એક ખુબ જ સરસ નાસ્તા નો પ્રકાર છે જે ચા કે કોફી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે.#RC1#cookpadindia#cookpad_gu spicequeen -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
#TT1જલેબી અને ફાફડા ગાંઠીયા ગુજરાતી લોકો માં ખૂબજ પ્રિય નાસ્તો છે સવાર માં જલેબી ફાફડા મળી જાય તો એનાથી સારો નાસ્તો જ ન હોય.ઘરે સરસ અને આશાની થી બનાવી સકાય છે બહાર જેવા જ . એ પણ ફટાફટ જાજી આગોતરી તૈયારી વિના.જલેબી ગાંઠીયા સાથે મજા આવે એક બીજા વિના બને અધૂરા છે. Varsha Karia I M Crazy About Cooking -
ગુજરાતી ફાફડા (Fafda Recipe In Gujarati)
ગુજરાતી ફાફડા આમ તો આખા દેશમાં દશેરાના દિવસે ખવાતા હોય છે પરંતુ ગુજરાતીઓ તો લગભગ દર અઠવાડિયે ખાતા જ હોય છે દરેક ગુજરાતીઓને ફાફડા બ્રેકફાસ્ટમાં ફેવરીટ હોય છેઆજની ફાફડા બનાવ્યા છે તો તેની રેસિપી હું તમારી સાથે શેર કરું છુંઆ રીતે ફાફડા બનાવશો તો ખૂબ જ સોફ્ટ અને બહાર જેવા છે થાય છે Rachana Shah -
જલેબી ફાફડા (Jalebi Fafda Recipe In Gujarati)
જલેબી ફાફડા#ChooseToCook#દશેરા #વિજયાદશમી#ગુજરાતી_ફેવરેટ_ચા_નાસ્તો#જલેબી_ફાફડા#Happy_Dussera#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeમારી મા ના હાથમાં અન્નપૂર્ણા માતા નો વાસ હતો. એમની જ પાસેથી હું રસોઈ બનાવતાં શીખી છું. ને મારા સાસુ મા ને મારી રસોઈ ખૂબ જ પસંદ હતી. મારી બંન્ને મા ને યાદ કરીને સમર્પિત કરુ છું.ગુજરાતીઓ ની દશેરા, જલેબી ફાફડા વગર થાય જ નહીં.આમેય બારેમાસ ગુજરાતી ઓ જલેબી ફાફડા ખાવાનાં શોખીન છે . પરંતુ ખાસ રવિવાર નો નાસ્તો એટલે જલેબી ફાફડા. ને દશેરા એટલે જલેબી ફાફડા .. ખરૂં ને ????મારી જલેબી તો ઠીક - ઠીક બને છે. પણ પ્લાસ્ટિક ની બોટલ ની મદદ થી હોં ..... પણ ફાફડા ની સરસ ફાવટ નથી. તૂટી જાય ને લાંબા ન બને. તો આવો તૂટયાં - ફૂટ્યાં , આડા - અવળાં ફાફડા ખાવા .. મસાલા ચા સાથે કાચા પપૈયા નો સંભારો, તળેલાં મરચાં ને કઢી સાથે ખાવાનો આનંદ માણો.. આહાહા... જલસો પડી ગયો . ખરૂં ને ?? સ્વાદ સરસ છે. ઘરમાં બધાં ને ભાવ્યાં .😊😊 મારી મહેનત સફળ થઈ.. હાશ.... 👍👍 Manisha Sampat -
ફાફડા (Fafda Recipe In Gujarati)
ફાફડા ગુજરાત નું પ્રખ્યાત ફરસાણ છે. ગુજરાત માં ફાફડા સૌથી વધારે ખવાતું ફરસાણ છે. ફાફડા ની સાથે લીલા મરચા ગાજર અથવા પપૈયા નો સંભારો ખાવામાં આવે છે. ઘણી જગ્યાએ ફાફડા સાથે કઢી પીરસવા માં આવે છે. આ એક પરફેક્ટ રેસીપી છે જે સવારે નાસ્તા માં લેવામાં આવે છે.#GA4 #Week4 Bhavini Kotak -
દશેરા સ્પેશિયલ ગરમાગરમ ફાફડા તથા ગરમાગરમ ગાંઠીયા
દશેરા તથા દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, છેલ્લાં બે દિવસથી ન્યૂઝપેપરમાં વાંચુ છું કે અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન હેલ્થ ડિપાર્ટમેન્ટની ફ્લાઈંગ સ્ક્વોડ શહેરની વિવિધ ફરસાણની દુકાનોમાંથી બેસન, તેલ, ઘી, મસાલા, દૂધનો માવો જેવા ખાદ્ય પદાર્થોનાં સેમ્પલ લઈને તેની ગુણવત્તા ચકાસવા લેબોરેટરીમાં મોકલી આપે છે. તેમાંથી ૯૪૮ કિલો હલકી ગુણવત્તાવાળા ખાદ્ય પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. મ્યુનિ. કોર્પોરેશન પાસે ફૂડ ટેસ્ટીંગ માટેની એક જ લેબોરેટરી છે જેના કારણે ફૂડ સારી ગુણવત્તાનું છે કે નહીં એનો રિપોર્ટ આવતા ૧૪ દિવસ જેટલો સમય લાગે છે. દશેરાનાં તહેવારને હવે ફક્ત ૨ દિવસ બાકી છે. ફરસાણની દુકાનોવાળા આડે દિવસે ગરમ ફાફડા બનાવે પણ દશેરા પર ફાફડાની માંગ વધુ હોવાથી ૨-૩ દિવસ અગાઉથી બનાવવાનાં શરૂ કરી દેતા હોય છે એટલે દશેરાએ ફાફડા ખાવા હોય તો ગરમ તો ન જ મળે ઉપરથી પૈસા આપીને ટોકન લઈને લાઈનમાં ઉભા રહેવું પડે એમાં પણ આપણે શુદ્ધ ક્વોલિટીનાં પૈસા આપીએ અને કેવી ક્વોલિટીનાં ફાફડા આપણે ખાઈશું એની કોઈ ગેરન્ટી હોતી નથી. તો આ અંગે વિચાર કરીને આજે મેં ઘરે ફાફડા બનાવવાનું નક્કી કર્યું, પહેલી વખત બનાવ્યા, અને ખરેખર સરસ બન્યા. સાથે એજ લોટમાંથી ગાંઠીયા પણ બનાવ્યા, તો બંનેની રેસીપી હું પોસ્ટ કરું છું. તમે પણ બનાવો, ખાઓ અને તમારા અનુભવ મને ચોક્ક્સથી જણાવજો. Nigam Thakkar Recipes -
ગાંઠીયા અને ફાફડા (Ganthiya & Fafda Recipe In Gujarati)
ગાંઠીયા અને ફાફડા એટલે ગુજરાતીઓની શાન છે. ગાંઠીયા અને ફાફડા મળે એટલે ગુજરાતીઓને બીજું કશું જ ના જોઈએ અને એમાં પણ સાથે ચટણી, કાચા પપૈયા નો સંભારો અને આથેલા મરચાં હોય એટલે મજા પડી જાય. ગુજરાતીઓની રવિવારની સવાર એટલે ગાંઠીયા અને ફાફડા ની સાથે જ હોય. Shah Rinkal -
ફાફડા (Fafda Recipe In Gujarati)
#DFTદિવાળી આવે એટલે ફરસાણ અને મિઠાઈની વણઝાર.. પહેલા ફાફડા અને મઠિયા ઘરે જ બનાવતાં પણ હવે વિભક્ત કુટુંબમાં અને working હોઈએ તો તે શક્ય નથી. ગૃહ ઉદ્યોગ કરતી મહિલાઓ ખૂબ સરસ બનાવે અને તેમને પણ કમાણી થાય એ આશ્રયથી તૈયાર મઠિયા અને ફાફડા લાવું.. રસોઈ કરતી વખતે બસ તળી ને ડબો ભરી લઉં અને જમતી વખતે ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
મેથી પાલક ગોટા(Methi palak gota recipe in Gujarati
#MW3#મેથીપાલકગોટા#ભજીયા#ગોટા#મેથી#પાલક#cookpadinda#cookpadgujarati#gotaજયારે વરસાદ પડે કે શિયાળો હોઈ ત્યારે આપણને ગરમા ગરમ ભજીયા ખાવાનું મન અવશ્ય થાય છે. અને શિયાળા માં જયારે લીલી છમ મેથી અને પાલક મળતી હોઈ તો તેના ગોટા બનાવી ને ખાવાનું તો અચૂક મન થાય. એટલે જ ગોટા અને બીજા ઘણા પ્રકાર ના ભજીયા આપણે ત્યાં સ્ટ્રીટ ફૂડ તરીકે પ્રખ્યાત છે. સામાન્ય રીતે ગોટા ને લોકો બેસન ની ચટણી સાથે ખાતા હોય છે. શિયાળો આવી ગયો છે તો ચાલો બનાવીયે અને માણીયે મેથી પાલક ના ગરમા ગરમ ગોટા અને સાથે તળેલા મરચાં અને બેસન ની ચટણી. અને સાથે જો કટિંગ ચા હોય તો ? મોઢા માં પાણી આવી ગયું ને ! તો વાર કોની જુવો છો, આજે જ બનાવો અને માણો મેથી પાલક ના ગોટા !!! Vaibhavi Boghawala -
ફાફડા
#સ્નેક્સમિત્રો આપણે ફાફડા અને જલેબી કાયમ ખાતા હોઈએ છીએ તો ચાલો આજે આપણે ફાફડાની રેસીપી જોઈને જાતે બનાવતા શીખીએ Khushi Trivedi -
ભજીયાની બેસન ચટણી (Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati)
#MW3#cookpadmid_week_chellenge#post2#ભજીયા_ફ્રાઇડ_ચેલેન્જ#ભજીયા#ભજીયાની_બેસન_ચટણી ( Bhajiya Ni Besan Chutney Recipe in Gujarati ) આ ભજીયા ની ચટણી એ બેસન ની ચટણી છે. જે દરેક ફરસાણ સાથે સર્વ કરવામાં આવે છે. આ ચટણી ને ફાફડા, ભજીયા, ગાઠીયા, બટેટાં વડા કે ગોટા સાથે સર્વ કરવામાં આવે છે. મેં પણ પાલક ના ગોટા સાથે સર્વ કરવા માટે આ બેસન ની ચટણી બનાવી છે. જે એકદમ ફરસાણ વાડા ના દુકાન જેવી જ બની છે. ઇનો ટેસ્ટ એકદમ ટેસ્ટી અને થોડો ખાટો મીઠો બન્યો છે. Daxa Parmar -
-
ફાફડા (Fafda Recipe in Gujarati)
આમ તો અમદાવાદ માં ઘણી બધી વસ્તુ વખણાય છે પણ આ ફાફડા અને જલેબી તો અમદાવાદ ની ઓળખ છે. અને તેમાંય ચંદ્ર વિલાસ ના ફાફડા તો ખુબજ વખણાય છે.હું અમદવાદનો રીક્ષા વાળો સોંગ માં પણ તેનો ઉ્લેખ થયો છે.મે આજે મારી સીટી ની વાનગી બનાવવાનો પ્રયત્ન કર્યો છે.#CT Nisha Shah -
-
ફાફડા ગાંઠીયા(Fafda gathiya recipe in Gujarati)
#મોમસૌરાષ્ટ્રમાં સવારે નાસ્તામાં ફાફડા અને કઢી, તળેલા મરચાં,સંભારો.. મમ્મી નાં ઘરે તો રોજ આ આદત હતી.. . અત્યારે લોકડાઉન માં તો ફાફડા બહુ જ યાદ આવે..તો આજે ઘરે જ બનાવી લીધા.. Sunita Vaghela -
મેક્સીકન બુરીટો જાર(mexican burrito jar recipe in gujarati)
#સુપરશેફ4#રાઈસસ્પેનિશ ભાષા માં બુરીટો નો મતલબ ગર્દભ (donkey) થાય. આમ તો ઘણી વાર્તાઓ છે પણ એક વાર્તા એવી છે કે એક મેક્સીકન વ્યક્તિ લારી પર ખાવાનું વેચતો હતો અને એ લારી ખેંચવા માટે ગર્દભ નો ઉપયોગ કરતો હતો. ખાવાનું ગરમ રાખવા તે લોટ ની રોટલી (ટોર્ટીલા) માં બાંધી ને રાખતો. એની આ ડીશ મેક્સીકન બુરીટો તરીકે પ્રસિદ્ધ થઇ. મેક્સીકન બુરીટો માં રાઈસ નો ઉપયોગ નથી થતો પણ અમેરિકા અને મેક્સિકો નો સંગમ એટલે કે ટેક્સ - મેક્સ (ટેક્સાસ અને મેક્સિકો) ક્વિઝીન માં બુરીટો માં રાઈસ નો ઉપયોગ કરવા માં આવે છે. તો પ્રસ્તુત છે મેક્સીકન બુરીટો જાર જેમાં મેં રાઈસ નો ઉપયોગ કર્યો છે અને ટોર્ટીલા માં રેપ કરવાને બદલે જાર માં લેયર કર્યા છે. આ ડીશ માં કઠોળ અને શાકભાજી બંને નો ઉપયોગ થયો છે જેથી તે ખુબ જ હેલ્થી છે અને એને one pot મીલ તરીકે પણ ખાઈ શકાય છે. Vaibhavi Boghawala -
કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujaratiપાકા પપૈયા ની જેમ કાચું પપૈયું પણ એક ઉત્તમ ઔષધ છે. તેમાં અનેક વિટામિન રહેલા છે. વજન ઉતારવાની સાથે ડાયાબિટીસના દર્દી માટે ઉત્તમ ઔષધ સમાન છે. Neeru Thakkar -
ફાફડા (Fafda Recipe In Gujarati)
Weekend special recipe .weekend આવે એટલે સ્પેશિયલ ફાફડા બનવાના,અમે Hyderabad રહીએ તો અહીંયા ફાફડા મળે તો ખરા પણ અમે રહીએ ત્યાંથી બહુ દૂર જવું પડે,એટલે અમે ઘરે જ બનાવીએ.મારા husband ને બહુ ભાવે,કેટલી બધી ટ્રાય પછી હવે સારા બને છે. Jigisha mistry -
ગુજરાતી ફાફડા કઢી
#ગુજરાતી #VNફાફડા કઢી એ ગુજરાતનો ફેમસ નાસ્તો છે. આખી દુનિયામાં આ વખણાય છે.. એકવાર જરૂર બનાવજો... Pooja Bhumbhani -
સુરતી ઘારી (હોમમેડ માવા માંથી) (Surat Ghari Recipe In Gujarati)
#કૂકબુક#post1#દિવાળીસ્પેશ્યલ#ઘારી#ghari#સુરતી#surti#ચંડીપડવો#દિવાળી#diwali#સ્વીટ#મીઠાઈ#diwalispecial શરદ પૂનમ ના બીજા દિવસે ચંડી પડવો ઉજવવામાં આવે છે. આ દિવસે સુરત માં ઘારી અને ભુસુ ખાવાની પરંપરા છે. મીઠાઈ ની દુકાનો માં ઘારી ખરીદવા માટે લોકો લાઈન લગાવે છે. કરોડો રૂપિયા ની ઘારી આ પ્રસંગે વેચાઈ જાય છે. દિવાળી જેવા શુભ તહેવાર માં પણ ઘણા લોકો મીઠાઈ માં ઘારી બનાવે છે. ઘારી ઘી થી ભરપૂર હોય છે. પણ આજ કાલ લોકો હેલ્થ કોન્સીઅસ થઇ ગયા હોવાથી ઘારી ઉપર ઘી નું કોટિંગ કર્યા વિના પણ ખાઈ શકાય છે જે એટલી જ સ્વાદિષ્ટ લાગે છે.ઘારી નો ઉદ્ભવ ગુજરાત રાજ્ય ના સુરત શેહર માં થયો હતો. માનવામાં આવે છે કે આ ચલણ 17 મી સદીમાં શરૂ થયું હતું. સુરત ના ચૌટા બજાર માં એક મીઠાઈ ની દુકાન ના માલિક, જેમના ધંધામાં સારા દિવસો જોવા મળ્યા હતા, તેઓ શરદ પૂર્ણીમા પર નવાબ ની વાડી, બેગમપુરા સુરત ખાતે નિર્વાણ બાબાના આખાડા માં વ્યવસાય ની સમૃદ્ધિ માટે ના આશીર્વાદ મેળવવા ગયા હતા. બાબા તેના સ્વપ્નમાં દેખાયા અને તેમને બીજા દિવસે એક પૂર્ણ ચંદ્ર જેવી દેખાતી મીઠાઈ તૈયાર કરવા અને દેવતાઓને પ્રસન્ન કરવા માટે અર્પણ કરવા કહ્યું. આમ, ઘારી નો ઉદ્ભવ થયો. ચંદ્ર જેવો દેખાવ લાવવા માટે ઘારી ઘી થી કોટ કરવા માં આવે છે અને ચંડી પડવા ની રાતે માણવા માં આવે છે. Vaibhavi Boghawala -
મેથીના ગોટા વિથ બેસન ચટણી (Methi Gota With Besan Chutney Recipe In Gujarati)
#GA4#week2#post1#Fenugreek#મેથી_ના_ગોટા_વિથ_બેસન_ચટણી ( Methi's Gota with Besan Chutney ) મેથી ના ગોટા એ ગુજરાતીઓ નું મનપસંદ ફરસાણ છે. મેથી ના ગોટા સવાર ના નાસ્તા સાથે ખાવા મળી જાય તો મજા પડી જાય છે. આ મેથી ના ગોટા સાથે મે કોઈ પણ ફરસાણ જેમ કે ફાફડા, ભજીયા, કે ગાંઠિયા સાથે સર્વ કરવામાં આવે છે એ બેસન ચટણી એટલે કે બેસન ની કઢી બનાવી છે. જે આ મેથી ગોટા સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા બાળકો ના તો આ ગોટા ફેવરીટ છે. Daxa Parmar -
થાઈ ફાફડા વીથ થાઈ કરી
સામાન્ય રીતે ગુજરાતી લોકોને ફાફડા અતિપ્રિય હોય છે અહીં મેં ફાફડા ને થાય સલાડ સાથે fusion કરીને બનાવ્યા છે જે ટેસ્ટ ખુબ જ સરસ લાગે છે અને સાથે થાય કરી પણ બનાવેલ છે#goldenapron#post_1Devi amlani
-
કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા
#સાઉથ#ઢોસા#પોસ્ટ2સાઉથ ઇન્ડિયન ડીશ માં સૌથી પેહલા ઢોસા યાદ આવે। ઢોસા હવે માત્ર દક્ષિણ ભારત સુધી જ સીમિત નધી રહ્યા પણ આખા દેશભર માં પ્રસરી ચુક્યા છે. એટલું જ નહિ, પણ ઢોસા ની જાત જાતની અવનવી વરાઈટી પણ હવે મળવા માંડી છે. મેં પણ અહીં સાઉથ ના પારંપરિક ઢોસા ને નેટ અને ક્રાઉન કોન નું એક અનોખું રૂપ આપ્યું છે. એક તરફ નેટ ઢોસા ની અંદર બટાકા નું પરંપરાગત સ્ટફિંગ ની સાથે તામિલનાડુ નો પ્રખ્યાત કાંચીપુરમ વેજીટેબલ મસાલા નું સંયોજન કર્યું છે તો બીજી બાજુ ઢોસા ને ચાઇનીઝ ટચ આપ્યો છે. નેટ અને ક્રાઉન કોન નો અનોખો દેખાવ ખુબ જ લલચામણો છે, ખાસ કરી ને બાળકો માટે। સ્વાદ માં તો સ્વાદિષ્ટ લાગે જ છે, પ્રેઝેન્ટેશન અને પ્લેટિંગ માં પણ ખુબ શોભે છે।તો પ્રસ્તુત છે કાંચીપુરમ મસાલા નેટ ઢોસા એન્ડ ચાઈનીઝ મીની ક્રાઉન કોન ઢોસા। રસમ, બે પ્રકાર ની ચટણી અને પોડી મસાલા સાથે એની મજા માણો !!! Vaibhavi Boghawala -
પનીર પાપડ ફ્રીટર્સ વિથ વૉલનટ લેબનાહ ડીપ એન્ડ ગ્રીન ચટણી
#GA4#Week6#paneer#starter#પનીરઅહીં પ્રસ્તુત ફ્રિટર્સ માં પાપડ નું બાહરી પડ ક્રિસ્પી હોઈ છે જયારે અંદર નું સ્ટફિંગ સોફ્ટ અને ચીઝી હોઈ છે. અહીં મેં સ્ટફિંગ માટે પનીર, વેજિટેબલ્સ અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. તમે મનગમતા વેજિટેબલ્સ તથા અન્ય ઘટકો નો ઉપયોગ કરી શકો છો. ફ્રીટર્સ ખાવા માં ખુબ જ ચીઝી અને સ્વાદિષ્ટ લાગે છે. પાર્ટીઝ માટે સ્ટાર્ટર તરીકે ઉત્તમ છે. દેખાવ માં પણ અલગ અને આકર્ષક લાગે છે. ડીપ અથવા કેચપ સાથે સર્વ કરી શકાય છે. આને પાપડ પનીર કુરકુરે પણ કહેવામાં આવે છે. Vaibhavi Boghawala -
ફાફડા વિથ કઢી
#ટ્રેડિશનલ#રેસિપી 2#100આજે મારી 100 મી રેસિપી છે માટેજ સ્પેશ્યિલ હોવી જ જોઈએ. એટલે આજે ફાફડા ચટણી...ફાફડા વિશે ગુજરાતી ને કઈ કહેવું પડે? રવિવારે તો ફાફડા ની દુકાને લાંબી લાઈન લાગે.. પણ લાઈન માં ઉભા રહેવા કરતાં પણ ઓછા સમય માં ફાફડા ઘરે બનાવીએ તો ખુબ સરસ બને... જોઈએ લો રેસિપી Daxita Shah -
મસાલા પાવ (Masala Pau Recipe In Gujarati)
#સાઈડમસાલા પાવ એક સ્વાદિષ્ટ અને મસાલેદાર મુંબઈ સ્ટ્રીટ ફૂડ છે. આ પાર્ટી નાસ્તા માટે પણ ઉત્તમ પસંદ છે. મુંબઈ ની સાથે સાથે હવે મસાલા પાવ ગુજરાત માં પણ પ્રખ્યાત છે. જો Pinky Jesani -
-
More Recipes
ટિપ્પણીઓ (39)