ક્રિસ્પી નટી કપ(Crispy nutty cup recipe in Gujarati)

બકલાવા ની રેસીપી જોઈને મેં આ કપ બનાવ્યા છે બકલાવા એક પરંપરાગત અરબી મીઠાઈ છે જેને જુદા જુદા નટ્સ ને પીસી ને અને અલગ અલગ રીતે બેક કરીને બનાવવા માં આવે છે પણ મેં આજે નટ્સ ને સમારીને બનાવ્યા છે ક્રિસ્પી અને ક્રન્ચી બન્ને ટેસ્ટ આવે છે ...

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પેહલા કપ મોલ્ડ ને બટર થી ગ્રીસ કરી લેવા ત્યારબાદ સમોસા પટ્ટીને ચોરસમાં કટ કરી લેવી એકસરખા ચોરસ કટ કરવા.. કાપેલી સમોસા પટ્ટીને બટર થી બ્રશ કરીને કપ મોલ્ડમાં સેટ કરવી ફરીથી બટર થી બ્રશ કરીને બીજી પટ્ટી મુકવી એને પણ બટરથી બ્રશ કરવું ફરી ત્રીજી પટ્ટી મુકવી આ રીતે તમે જેટલી ચાહો તેટલા પડ કરી શકો છો બસ ખાસ ધ્યાન રાખવાનું કે બટર લગાવવું જરૂરી છે જેથી એ ક્રિસ્પી થશે અને એકબીજાને ચીપકી રહેશે
- 2
બધા કપ બની જાય એટલેએના પર બીજા મોલ્ડ થી પ્રેસ કરી કેવું જેથી બેક કરતી વખતે કપ નો શેપ આવી જાય ત્યારબાદ પ્રિહિટ ઓવનમાં 10 મિનિટ માટે 150 ડિગ્રી પર બેક કરી લેવા
- 3
કપ બેક થઇ જાય એટલે એને ઠંડા થવા દેવા ઠંડા થાય એટલે તેના પર 1/2 ચમચી જેટલી ખાંડ ની ચાસણી નાખવી ને કપ ને સાઈડ માં રાખવા..
- 4
સૌથી પેહલા કાજુ બદામ પિસ્તા ને રોસ્ટ કરી પછી કટ કરવા ત્યાર બાદ એક બોલ બધા નટ્સ ભેગા કરી લેવા તેમાં તજ પાઉડર અને મધ મિક્સ કરી લેવું
- 5
બનાવેલા કપ માં 3 ચમચી જેટલા મિક્સ કરેલા નટ્સ નું મિક્સચર નાખીને ઉપર ઝીણા સમારેલા પિસ્તા થી ગાર્નીસ કરી સર્વ કરવા...
- 6
એકદમ ક્રિસ્પી અને નટી ટેસ્ટ ખાવામાં ખુબજ સરસ લાગે છે બાળકો ને પણ ખુબ પસંદ આવે છે..
- 7
નોંધ - જો તમે હેલ્ધી બનાવવા માંગતા હોવ તો ખાંડ ની ચાસણી વગર બનાવી શકો છો.. હું ચાસણી વગર બનાવતી હોવ છું પણ બાળકો ને ચાસણી વાળા પસંદ આવતા હોય છે..
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)