ડ્રાયફ્રૂટ ઘૂઘરા"(Dry Fruit Ghughra Recipe in Gujarati)

#cookpadturns4
#week2
#DryFruit
આજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી તેમજ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ની રેસિપી લઈ ને આવી છું જે મેં એર ફાયરમાં બનાવી છે તો તે તમે પણ બનાવજો.
ડ્રાયફ્રૂટ ઘૂઘરા"(Dry Fruit Ghughra Recipe in Gujarati)
#cookpadturns4
#week2
#DryFruit
આજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને હેલ્ધી તેમજ ક્રિસ્પી એવી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ની રેસિપી લઈ ને આવી છું જે મેં એર ફાયરમાં બનાવી છે તો તે તમે પણ બનાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ઘઉં અને મેંદાના લોટ માં ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધવો.
- 2
હવે એક પેન માં ડ્રાયફ્રૂટ ઘૂઘરાનું સ્ટફિંગ બનાવા ઘી નાખી ને કાજુ બદામ નો પાઉડર તેમ જ મિલ્ક પાઉડર અથવા માવો નાખી ને બરાબર શેકવું ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે ઇલાયચી, કેસર તથા જાયફળ પાઉડર નાખવો અને પછી બૂરું ખાંડ અથવા બ્રાઉન ખાંડ નાખી ને કાજુ બદામ પિસ્તા ની કતરણ અને કિસમિસ નાખવા
- 3
હવે ડ્રાયફ્રૂટ ઘૂઘરા બનાવા માટે બાંધેલા લોટ માંથી મીડીયમ સાઈઝ ની પૂરી વણવી ત્યાર પછી તેમાં ડ્રાયફ્રૂટ ઘૂઘરાનું સ્ટફીંગ ભરીને નાના નાના ઘૂઘરા તૈયાર કરી લો.
- 4
હવે માઇક્રોવેવ ઓવન માં કે ઓટીજી માં અથવા એર ફાયર માં 180 થી 200 ડિગ્રી પર ઓવન ને પ્રિહિટ કરી ડ્રાયફ્રૂટ ઘૂઘરા ને 15 મિનિટ માટે બેક કરવા મૂકો થોડી વાર પછી ડ્રાયફ્રૂટ ઘૂઘરા થોડા બ્રાઉન રંગ ના થાય પછી કાઢી લો.
- 5
ડ્રાયફ્રૂટ ઘૂઘરા ઠંડા થાય એટલે એરટાઈટ ડબામાં સારી રીતે પેક કરીને રાખી મૂકી દો આ ઘૂઘરા ને એક બે મહિના સુધી સારા રહે છે
તો તૈયાર છે સ્વાદિષ્ટ અને હેલ્ધી "ક્રિસ્પી ડ્રાયફ્રૂટ ઘૂઘરા".
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Similar Recipes
More Recipes


















ટિપ્પણીઓ