લીલા લસણ વાળો રોટલો (Green Garlic Rotlo Recipe In Gujarati)

હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા.....
આશા છે મજામાં હશો!!!!
આજે હું અહીંયા વિન્ટર સ્પેશિયલ લીલા લસણથી ભરપૂર મસાલા વાળા રોટલા ની રેસિપી લઈને આવું છું. જે અમારા ઘરમાં શિયાળામાં બનતા હોય છે. ખૂબ જ ઓછી સામગ્રીઓ વડે ફટાફટ તૈયાર થઇ જતી વાનગી છે. તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો. ગરમાગરમ ખાશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફોટા માં બતાવ્યાં મુજબ બધી સામગ્રીઓને રેડી કરી લો. એક મોટી કથરોટ માં જુવારનો લોટ લો. એની અંદર બધા મસાલા અને એક ચમચી ઘી ઉમેરી દો.
- 2
હવે ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ રોટલા નો લોટ બાંધતા જવું. જે પ્રમાણે જરૂર પડે એ પ્રમાણે લોટ બાંધતા જવું.
- 3
હવે એક પ્લાસ્ટિક ઉપર રોટલો થાપી લેવો. બીજી બાજુ ગેસ ઉપર માટીનું કલેરુ ગરમ કરો. રોટલાને બંને બાજુ બરાબર શેકાવા દેવું.
- 4
રોટલો શેકાઈ ગયા બાદ ઉપરથી ઘી લગાવીને ગોડ અને ઘી સાથે સર્વ કરવું. તો જરૂરથી ટ્રાય કરો વિન્ટર સ્પેશિયલ લસણવાળા રોટલો....... આ રોટલા ને તમે લીલા લસણની ચટણી સાથે પણ ખાઈ શકો છો. ઘરના સફેદ માખણ સાથે પણ બહુ સરસ લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (6)